સુરત જિલ્લાના વાવ ગામની પ્રાથમિક શાળા નું મકાન આધુનિક ટેકનોલોજી ની સુવિધાથી સજ્જન ભવન બન્યું….

રિપોર્ટ, મયુર પટેલ

સૂરત જીલ્લા ના એક નાનકડા ગામ વાવ ગામ માં ૧૮૮૩ ના વર્ષ માં શરૂ થયેલ પ્રાથમિક શાળા બે કરોડ રૂપિયા નું દાન ફંડ મેળવી મોટા મોટા કોલેજ ના આધુનિક ભવન જેવી આધુનિક સુવિધા થી સજજ કરવાનું કામ એક આદર્શ શિક્ષિકા આચાર્યા એવા પ્રજ્ઞાબહેન પટેલ તથા તેમના સહકર્મચારીઓ ના ફાળે જાય છે.


શાળા ને અસંખ્ય એવોર્ડ મળ્યા, વિદ્યાર્થી ઓ પણ તેજસ્વી હોય શિક્ષણ નું સ્તર ઊંચુ……
આ પ્રાથમિક શાળામાં ૨૦૧૨ માં HTAT તરીકે નોકરી ઉપર આવેલા આચાર્ય પ્રજ્ઞા બહેન પટેલ તેમના સહકર્મચારીઓની મદદથી જૂની અને અસુવિધાઓ વાળી પ્રા.શાળા. ને સુવિધા થી સજજ કરવાના સંકલ્પ સાથે આગળ વધ્યા અને ગામમાં થીજ બે કરોડ રૂપિયા નું દાન ફંડ મેળવી અત્યંત આધુનિક અને સુવિધા યુક્ત નવી શાળા બનાવવામાં સફળતા મેળવી…. આજે વાવ ગામની પ્રા શાળા રાજ્ય ભર માં ખ્યાતિ ધરાવે છે… જીલ્લા વિકાસ અધિકારી શ્રી ડી. એસ. ગઢવી સાહેબ પણ અધિકારી શ્રી ઓ સાથે આ શાળા ની મુલાકાત લઈ ખૂબ પ્રભાવિત થયા હતા…


આ મહિલા આચાર્ય પ્રજ્ઞાબહેન પટેલ નું આઝાદી કા અમૃત મહોત્સવ પ્રસંગે સ્વાતંત્ર પર્વ દીને પ્રભારી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ કલેકટર શ્રી આયુષ ઓક અને ડી.ડી. ઓશ્રી ડી.એસ.ગઢવી ના શુભ હસ્તે શ્રેષ્ઠ ગુરુજી સન્માન હેઠળ સન્માન કરાયું
….. આ નાનકડા વાવ ગામની પ્રા.શાળા એ ગણિત વિજ્ઞાન પ્રદર્શન માં” લાઇફ સેલ” કૃતિ માં રાષ્ટ્ર કક્ષાએ ભાગીદારી નોંધાવી,જે રાજ્ય કક્ષામાં ઉત્કૃષ્ઠ દેખાવ બાદ રાષ્ટ્ર કક્ષાએ પસંદગી પામેલ હતી. ગણિત વિજ્ઞાન પ્રદર્શન માં “સોયલેન્ટ પ્રોજેક્ટ ઉપરાંત “ધરતી ઉપર નું જાદુઈ વૃક્ષ સરગવો ” “સ્પાયુરૂલીના ફૂડ ફોર ફીચર “,”પૃથ્વી ઉપર નું સંજીવની બીજ અળસી”, “મેઝિક મોડેલ ફોર બેઝિક મેથ્સ” જેવા પ્રોજેક્ટ સાથે સતત ૬ વર્ષ સુધી રાજ્યકક્ષાએ સુરત જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ ઉપરાંત”બેઝિક મોડેલ ફોર મેથ્સ ” ઈનોવેશનમા રાજ્ય કક્ષાએ ભાગીદારી, “નૃત્ય સ્પર્ધા “માં પણ રાજ્ય કક્ષાએ ભાગીદારી, રાજ્ય કક્ષાનો ‘ગુરુ ગૌરવ એવોર્ડ” જ્યારે જીલ્લા તાલુકા કક્ષા એ મોટી સંખ્યામાં એવોર્ડ આ પ્રાથમિક શાળા ને પ્રાપ્ત થયા છે.


આ ઉપરાંત ૩૨ સી.સી. ટી.વી.કેમેરા અને ઈન્ટરનેટ આધુનિક કમ્પ્યુટર લેબ, પુસ્તકાલય , એકટીવિટી રુમ, ઓડિયો વિઝયુઅલ ખંડ, વિજ્ઞાન પ્રયોગ શાળા, વિવિધ વિષયો આધારિત વર્ગખંડ, દિવ્યાંગ , અનાથ બાળકોને સહાય માટે દાતા , રમત ગમત વ્યવસ્થા , મધ્યાહન ભોજન તિથિ ભોજન , સાંસ્કૃતિક કાર્યક્રમો માટે અલગ વ્યવસ્થા , એક મોટો હોલ , સહીત અનેક વ્યવસ્થા ઓ અહી ઉભી કરવામાં આવી છે અને બાળકો તેનો સુચારુ ઉપયોગ કરે છે.

વર્ષ ૨૦૨૨ માં સાંદી પની મુની આશ્રમ પોરબંદર ખાતે પ.પુ.રમેશભાઈજીના શુભ હસ્તે વર્ષ-૨૦૨૨/૨૩નો “ગુરુ ગૌરવ એવોર્ડ” આચાર્ય પ્રજ્ઞા બહેન ને તેમના શૈક્ષણિક નવાચાર અને કોરોના સમય માં કરેલ શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે અર્પણ કરવામાં આવ્યો હતો

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *