આમરણ ચોવીસીના અતિવૃષ્ટિગ્રસ્ત ગામોની મુલાકાત લેતા કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલ

મંત્રીશ્રીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી

કમલમ દેનીક સૌરાષ્ટ્ર ઝોન ચીફ મહેશ ડી સિઘવ

કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલે ગત રવિવારે આમરણ ચોવીસી વિસ્તારના અતિવૃષ્ટિગ્રસ્ત ગામોની મુલાકાત લઈ ત્યાંની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

વર્ષાઋતુ સંદર્ભે હાલ મેઘરાજાએ ગુજરાત પર ખૂબ મહેર કરી છે. ઘણા વિસ્તારોમાં ભારે/અનરાધાર વરસાદના પગલે કૃષિમાં પણ નુકશાન થયું છે. જે અન્વયે કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન કેબિનેટમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના ભીમકટા, માણામોરા, કોઠારીયા, દુધઈ તેમજ મોરબીના આમરણ, બેલા(આ), ઉટબેટ સામપર, ફડસર, ઝીંઝોડા, રાજપર, નવા ખારચીયા તેમજ રામનગર ગામની મુલાકાત લીધી હતી.

આ તકે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કોઈ પણ કુદરતી આપત્તિ સમયે સરકાર હંમેશા ખેડૂતોના પડખે ઊભી છે. વધુમાં મંત્રીશ્રીએ ત્યાંની પરિસ્થિતીની સમીક્ષા કરી ખેડૂતો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો.

આ તકે મંત્રીશ્રી સાથે જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ધરમશીભાઇ ચનિયારા, મોરબી જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનશ્રી જયંતિભાઈ પડસુંબીયા, અગ્રણીશ્રી દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી ખેતીવાડી અધિકારીશ્રી ડૉ. વિક્રમસિંહ ચૌહાણ તથા સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *