


ગાંધીનગર મ.ન.પા વોર્ડ નંબર-૧૧ માં સમાવિષ્ટ ખોરજ વિસ્તાર ની ટી.પી -૬૩ માં પાલડી નું તળાવ ઇતિહાસમાં પ્રથમ વખત નર્મદા ના પાણીથી ભરવામાં આવ્યું.આ જાણીને ગામ ના સ્થાનિક રહીશો તથા તળાવ ની આજુબાજુ ના રહીશો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. તળાવ માં લીલા પાન તથા ઝાડ ના કચરા અંગે ફરિયાદ મળતા તાત્કાલિક સફાઈ ની સ્પેશિયલ ટીમ બોલાવી તળાવ ની સફાઈ ની કામગીરી ચાલુ કરવામાં આવી આ બદલ સ્થાનિકોએ આભાર વ્યક્ત કર્યો હતો
