
અધિક મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી આર.કે.પટેલ તથા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી અતુલ ગોરે વિવિધ મતદાન મથકોની લીધી મુલાકાત

ભારતના ચુંટણી પંચની સુચના અનુસાર વડોદરા જિલ્લામાં તા.૦૧.૧૦.૨૦૨૨ ની લાયકાતની તારીખ સંદર્ભે મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધા૨ણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.ચુંટણી પંચ ધ્વારા આપવામાં આવેલ કાર્યક્રમ અનુસાર હકક દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમયગાળો તા.૧૧.૦૯.૨૦૨૨ નિયત ક૨વામાં આવ્યો છે.

મતદાર યાદી સુધારણા કાર્યક્રમના ભાગરૂપે આજે અધિક મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી આર.કે.પટેલે વડોદરા શહેરના વિવિધ મતદાન મથકોની મુલાકાત લઈ મતદાર નોંધણી પ્રક્રિયા કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.જ્યારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અતુલ ગોરે મંજુસરના વિવિધ મતદાન મથકોની મુલાકાત લઈ કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું હતું.

વડોદરા શહેર જિલ્લામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતવિસ્તારમાં ૨વિવારે ખાસ ઝુંબેશના ભાગરૂપે વડોદરા શહેરના ૧૨૬૭ અને ગ્રામ્ય વિસ્તારના ૧૩૨૨ સહિત કુલ ૨૫૮૯ મતદાન મથકો ખાતે બુથ લેવલ ઓફીસર દ્વારા મતદાર યાદીમાં નામ નોંધણી, કોઈપણ પ્રકારના સુધારા વધારા કરવા, આધાર લીંક, હક્ક દાવા અને વાંધા અરજીઓ સ્વીકારવામાં આવી હતી.

આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રજાપતિ,શહેર જિલ્લાની વિધાનસભા વિભાગના ચૂંટણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
