

કમલમ દેનીક સૌરાષ્ટ્ર ઝોન ચીફ મહેશ ડી સિઘવ
સંસ્કૃતિ જનજાગૃતિ અને જનહિત સેવા પ્રકલ્પોના સંસ્કાર મૂલ્યોનું જતન કરતી રાષ્ટ્ર ગૌરવ સમી મોરબીની સંસ્થા, યંગ ઇન્ડિયા ગ્રુપ મોરબી આયોજિત ક્રિષ્ના ઉત્સવ મેળા ૨૦૨૨ ની આજરોજ મુલાકાત લઈને રાજ્ય સરકારના મંત્રી મહોદય બ્રિજેશભાઈ મેરજાએ આ ગૌરવંતા મેળાના માધ્યમથી મોરબી જિલ્લાના નાગરિકોના પારિવારિક મનોરંજન તેમજ રચનાત્મક સંસ્કૃતિ સુખાકારી માટે ફ્રી એન્ટ્રી વાઇફાઇ સેલ્ફી પોઇન્ટ મ્યુઝિકલ ઓરકેસ્ટ્રા તેમજ સીસીટીવી કેમેરા તથા સુરક્ષા ક્ષત્રની વ્યવસ્થા કરવા બદલ યંગ ઇન્ડિયા ગ્રુપ મોરબીના મેન્ટોર દેવેનભાઈ રબારી તેમજ સમગ્ર ટીમની મુક્ત કંઠે પ્રશંસા કરીને અભિનંદન આપ્યા હતા.. મંત્રી મહોદય બ્રિજેશભાઈ મેરજા સાથે મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી જયરાજસિંહ જાડેજા, નગરપાલિકાના પ્રમુખના પ્રતિનિધિ કે.કે પરમાર, સમિતિ ચેરમેન શ્રી માવજીભાઈ કણજારીયા સમિતિ ચેરમેન શ્રી ચતુરભાઈ દેત્રોજ તથા ગીરીરાજ સિંહ ઝાલા કલ્પેશ ભાઈ રવેશીયા રોહિતભાઈ કણજારીયા તેમજ શહેરના જાહેર જીવનના વિવિધ ક્ષેત્રોના આગેવાન પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેલા હતા.
