

નંદોત્સવ ‘દહીં-હાંડી’ના કાર્યક્રમમાં બીલીયા દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતાં ટંકારા તાલુકાના મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલા
ભાવનાબેન કૈલા જન્માષ્ટમી પર્વની બીલીયામાં આયોજિત ‘દહીં- હાંડી’ના કાર્યક્રમમાં લોક હર્ષનાદ વચ્ચે કાર્યક્રમમાં પ્રવેશ લઇ જન્માષ્ટમી કાર્યક્રમમાં ઉમંગ-ઉલ્લાસ વચ્ચે સહભાગી થયાં હતાં. ભાવનાબેન કૈલા એ કાર્યક્રમ સમિતિ, બીલીયા દ્વારા આયોજિત કાર્યક્રમમાં દહીં હાંડીના કાર્યક્રમમાં જોડાયેલા ગોવિંદાઓને પ્રતિકાત્મક રીતે સન્માનિત કર્યા હતાં. આ ઉત્સવમાં ગોવિંદાની ટીમે મટકી ફોડી આકર્ષણ જમાવ્યું હતું. ભાવનાબેન કૈલા અને મહાનુભાવોના હસ્તે પ્રતિકાત્મક રીતે ગોવિંદાઓનું સન્માન કર્યું હતું. આ અવસરે આગેવાનો અને વડીલો ના આશીર્વાદ સાથે મનાવ્યો.
