વડાલી ભારતીય જનતા પાર્ટી શહેર સંગઠનની બેઠક યોજાઈ

ડાલી નગરપાલિકાના સભાખંડમાં સાંજે પાંચ વાગ્યે મળી હતી .જેમા જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા અને વડાલી શહેર પ્રભારી અનિરુદ્ધભાઈ સોરઠીયા ની ઉપસ્થિતિમાં યોજવામાં આવી. આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને સંગઠનના હોદ્દેદારો ને આગામી કાર્યક્રમ જેવાકે મન કી બાત, નગરપાલિકાના બૂથ ના સંપર્ક બાબતે, નવીન બનેલ મતદારોની ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરવા બાબતે સંપર્ક કરવા, આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને સંગઠનના હોદ્દેદારો ને વિશેષ માહિતી આપવામાં આવી હતી .આ બેઠકમાં જિલ્લા મંત્રી કપિલાબેન, વડાલી નગરપાલિકા પ્રમુખ હંસાબેન સગર, શહેર પ્રમુખ પદયુમન સિંહ ચંપાવત, મહામંત્રી તલાજી ઠાકોર, કે.ડી.પરમાર, જિલ્લા મોરચાના તમામ હોદેદારોશ્રીઓ, દરેક મંડલ ના હોદેદાર ચીફ બ્યુરો વડાલી ફજલ ભાઈ મેમણ રિપોર્ટર દર્શન પારેખ હાજર રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *