રોટરી ક્લબ હિંમતનગર દ્વારા ‘લાઈફ ઈજ ગેઇમ’ ટોક શો નું આયોજન કરવામાં આવ્યું

રોટે. અમૃત પુરોહિતના જન્મદિન પ્રસંગે ટોક શો નું ભવ્ય આયોજન થયું

રોટરી ક્લબ હિંમતનગર દ્વારા પ્રમુખ રોટે. અમૃત પુરોહિતના જન્મદિવસ પ્રસંગે લાઈફ ઈજ ગેમ વિષય પર ટોક્ શો નું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે મોટીવેશનલ સ્પીકર રોટે.દીપક પંડ્યા દ્વારા પરિવર્તનશીલ જીવનના વિવિધ સંઘર્ષનો સામનો ખુશ થઈ, મસ્ત રહી કરવો તેવી સુંદર છણાવટ સહ સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે રોટરી પરિવાર દ્વારા પ્રમુખ રોટે. અમૃત પુરોહિત ના જન્મદિવસની કેક કાપી આનંદસભર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રોટરી હિંમતનગર અને રોટરી ક્લબ વિજાપુરના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન રોટે.મેહુલ કોઠારી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે રોટે. ડૉ. સંજય વેદિયા, રોટે.આકાશ બ્રહ્મભટ્ટ અને રોટરી પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *