બારડોલી ખાતે ભારતીય જનતા પાર્ટીના અદ્યતન મધ્યસ્થ કાર્યાલય શ્રી કમલમ કાર્યાલયનું ભૂમિ પૂજન ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલના હસ્તે કરવામાં આવ્યુ હતું.

રિપોર્ટર – મયુર પટેલ

બારડોલી ખાતે ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય શ્રી કમલમ ના નવા તૈયાર થનાર અતિ આધુનિક કાર્યાલયનું ભૂમિ પૂજન ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલના હસ્તે કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોષ, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી નાણા વિભાગ કનુભાઇ દેસાઇ, ઉર્જા અને કૃષિ મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ, સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા અને પ્રદિપસિંહ વાઘેલા મહામંત્રી ગુજરાત પ્રદેશ, ભારતીય જનતા પક્ષ – સુરત જિલ્લા પ્રભારીશ્રી ભરતભાઈ રાઠોડ, ધારાસભ્યશ્રી ગણપતભાઈ વસાવા, ધારાસભ્યશ્રી ઈશ્વરભાઈ પરમાર, ધારાસભ્યશ્રી મોહનભાઈ ધોડિયા , ધારાસભ્યશ્રી શ્રીમતી ઝંખનાબેન પટેલ, ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલાવાડિયા, સુમુલ ડેરી-સુરતના પ્રમુખશ્રી માનસિંહભાઈ પટેલ, સુરત ડીસ્ટ્રીક્ટ કો.ઓ.બેન્કના પ્રમુખશ્રી નરેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત સુરતના પ્રમુખશ્રી ભાવેશભાઈ પટેલ અને જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, ભાજપના પ્રભારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે બારડોલીની મીંઢોળા નદી કિનારે નયનરમ્ય, હવા ઉજાસવાળું બે માળનું બિલ્ડીંગ તૈયાર થનાર છે. બિલ્ડીંગમાં તમામ આધુનિક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. ભાજપના કાર્યકારોની લાગણીને ધ્યાને લઇ કાર્યાલય ખાતે તમામ પ્રકલ્પોને અગ્રીમતા આપવામાં આવી છે. જિલ્લાનું અત્યાધુનિક ભાજપ કાર્યાલય ચોવીસ હજાર સ્ક્વેર ફુટમાં નિર્માણ થનાર છે.
નવા કાર્યાલયમાં ચારસો તાણું બેઠક ધરાવતું ઓડિટરિયમ, તમામ પ્રમુખ, મહામંત્રીઓ, આઇ.ટી સેલ તથા તમામ મોરચાઓ, સાહિતની અલગ અલગ ઓફિસોનું આયોજન કરવાંમાં આવેલું છે. ચારસો તીસ વ્યક્તિઓની ક્ષમતા ધરાવતો કોન્ફરન્સ હોલ, સ્ટોર રૂમ, સર્વેન્ટ ક્વોટર્સ તથા વિશાળ પાર્કિંગની સુવિધા પણ રહેશે. આ પ્રસંગે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીની સ્થાપના સમયથી તમામ માજી પ્રમુખોનું તેમજ આગેવાનોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગણપતભાઈ વસાવા એક કરોડ, સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા એક કરોડ, મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ એક કરોડ, સુમુલ ડેરી-સુરતના પ્રમુખશ્રી માનસિંહભાઈ પટેલ એક કરોડ, સુરત ડીસ્ટ્રીક્ટ કો.ઓ.બેન્કના પ્રમુખશ્રી નરેશભાઈ પટેલ એક કરોડ, ધારાસભ્યશ્રી ઈશ્વરભાઈ પરમાર એક કરોડ, એ.પી.એમ.સી.સુરત એકાવન લાખ, ધારાસભ્યશ્રી શ્રીમતી ઝંખનાબેન પટેલ પચ્ચીસ લાખ, મહેશભાઈ વસાવા, રોહિતભાઈ, અંકુરભાઈ તથા ધારાસભ્યશ્રી મોહનભાઈ ધોડિયા તરફથી અગિયાર લાખની જાહેરાત કરવામાં આવી. નોંધનીય છે કે થોડા સમય પહેલા જ સુરત શહેર ભાજપનું મુખ્ય કાર્યાલય પણ અત્યાધુનિક રીતે તૈયાર કરવામાં આવ્યું હતું. જિલ્લામાં સાકાર થનારું આ કાર્યાલય પણ શહેર ભાજપ કાર્યાલયની જેમ જ આધુનિક હશે. જિલ્લાનું આ મધ્યસ્થ કાર્યાલય હોય અહીંથી હવે ડીસ્ટ્રીકટ લેવલ પર પાર્ટીના કાર્યકરોને દિશા નિર્દેશ આપવા માટે સરળતા રહેશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *