
ટંકારા તાલુકા ના લજાઈ ગામ 20 જેટલા આયુષ્માન કાર્ડ હેઠળ આરોગ્ય સુરક્ષા છત્રનો લાભ..
ટંકારા તાલુકા ના લજાઈ ગામ માં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ ઝુંબેશ ચલાવવામાં આવી. આ કાર્ડ કઢાવવા માટે આધાર કાર્ડ, રેશનકાર્ડ અને આવકનો દાખલો સાથે લઈ જવાનો રહેશે. ટંકારા તાલુકા ના મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલાની અધ્યક્ષતામાં જાહેર જનતાને આપણા પરિવારનાં તમામ સભ્યોના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ બનાવી રૂપિયા પાંચ લાખ નો આરોગ્ય કવચ મેળવી લેવા અનુરોધ કરવામાં આવેલ.