રાજ્યકક્ષાની સ્પર્ધામાં ગાંધીનગર ટેકવોન્ડો એસોસિએશન સંસ્થાનાં ખેલાડીઓ ઝળક્યા

ગાંધીનગર ટેકવોન્ડો એસોસિએશન સંસ્થાનાં સેક્રેટરી મિલાપ ટાટારિઆ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તાજેતરમાં અમદાવાદ ખાતે રાજ્યકક્ષાની ગુજરાત કપ ટેકવોન્ડો ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુનિવર્સલ એક્સપ્લોરર ગ્રુપ અને ગાંધીનગર ટેકવોન્ડો એસોસિએશન સંસ્થાનાં ૩૦ જેટલા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખેલાડીઓએ વિવિધ કેટેગરીમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ્સ મેળવી ગાંધીનગર શહેરનું નામ રોશન કર્યું હતું તેમજ કોચ રોનક કંસારા દ્વારા સ્પર્ધાના ખેલાડીઓને સ્પર્ધાલક્ષી પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું તથા ગાંધીનગર ટેકવોન્ડો એસોસિએશન સંસ્થાનાં ગ્રાન્ડમાસ્ટર પ્રકાશ સંભવાણી, ટેક્નિકલ ડિરેક્ટર જતીન દવે અને સેક્રેટરી મિલાપ ટાટારિઆએ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. 

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *