

ઇફ્કો-એમસી ક્રોપ સાયન્સ (ઇફકો અને મિત્સુબિશી કોર્પોરેશન નુ સંયુકત સાહસ) દ્વારા જામજોધપુર ના .નંદાણા ખાતે ૮ મા સ્થાપના દિવસ નીમિતે ખેડૂત તાલિમ શિબિર નુ આયોજન કરી ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં રાજકોટથી ઇફ્કો-એમસી ના ટેરેટરી મેનેજર શ્રી પિયુષભાઈ ધોરાજીયા, ફિલ્ડ ઓફિસર શ્રી અનિકેત જાવિયા, માધવ કોપોરેશન વાળા સામતભાઇ બારીયા તેમજ નંદાણા વનાણા ભૂપત આંબરડી બમથીયા ગઢકાકા ગામ ના ખેડૂતમિત્રો ઉપસ્થિત રહેલ હત્આ કાર્યક્રમ મા ટેરેટરી મેનેજર શ્રી દ્વારા ખેડૂત મિત્રો ને ઇફ્કો-એમસી થી થતા લાભો જેવા કે જાપાનીઝ ટેકનોલોજી વાળી ઉચ્ચ ગુણવતાયુક્ત યોગ્ય દવા, વ્યાજબી ભાવે અને સાથે સાથે કિસાન સુરક્ષા વીમા યોજના વિશે માહિતી આપવામાં આવી હતી. આ વિસ્તારમાં કપાસ અને મગફળીના પાકમા આવતા રોગ અને જીવાતનુ કઈ રીતે ઇફકો-એમસી ની દવાઓ થી સચોટ નિયંત્રણ કરવુ તેનું વિગતવાર ખેડૂત મિત્રો ને માર્ગ દર્શન આપવામા આવ્યુ હતું. કાર્યક્રમ દરમિયાન ૨ ખેડુત મિત્રો ને કિસાન સુરક્ષા વીમા યોજના અંતર્ગત ૧-૧ લાખ રૂપિયા ના ચેક નુ વિતરણ કરવામાં આવ્યું હતું.
