

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર સંચાલિત એકલવ્ય શાળા-આહવા ખાતે, ડાંગ જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધા યોજવામા આવી હતી. જેમા 30 વિધ્યાર્થીઓએ ભાગ લિધો હતો.
ડાંગ યોગાસન સ્પોર્ટ્સ એસોસીએસન દ્વારા ધોરણ 6 થી 12 સાયન્સ, અને કોમર્સના સબ જુનિયર અને જુનિયર ભાઇઓ/બહેનો તથા સીનીયર ભાઇઓ અને બહેનોની સ્પર્ધા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ.સી.ભુસારાની ઉપસ્થિતિમા ડાંગ જિલ્લા સ્તરે યોજવામા આવી હતી. જેમા આહવા સ્થિત એકલવ્ય શાળાના 15 ભાઇઓ, અને 15 બહેનો મળી કુલ 30 વિધ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ડાંગ જિલ્લાના સબ જુનિયર ભાઇઓ વિભાગના કુલ 70 સ્પર્ધકો પૈકી એકલવ્ય શાળાના ધોરણ 9મા અભ્યાસ કરતા વિધ્યાર્થી પવાર દિપ આશિષભાઇએ તૃતિય સ્થાન મેળવીને બ્રોન્ઝ મેડલ, અને પ્રમાણપત્ર મેળવ્યા હતા. જ્યારે આર્ટીસ્ટીક સબ જુનિયર બહેનો યોગાસન સ્પર્ધામા ધોરણ 9મા અભ્યાસ કરતી વિધ્યાર્થીની કુ.પ્રીન્કલ કિરણભાઇ પવાર, અને કુ. ભૂમી તુકારામભાઇ કામડી કુલ 8 ટીમમાંથી તૃતિય સ્થાન મેળવીને બ્રોન્ઝ મેડલ, અને પ્રમાણપત્ર મેળવ્યા હતા. વિજેતા વિધ્યાર્થીઓને જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી, શાળાના આચાર્ય શ્રીમતી સોનલ આર.મેકવાન તેમજ શાળા પરિવાર વતી શુભેચ્છાઓ પાઠવવામા આવી હતી.
