

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
ભારત નિર્વાચન આયોગ ગુજરાત રાજ્ય વિધાનસભા ચુંટણી 2022 ના ડાંગ જિલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટર શ્રી ભાવિન પંડ્યાએ, જિલ્લાના 50 વર્ષથી વધુ સમયથી મતદાન કરનાર વરિષ્ઠ નાગરીકોને ચુંટણી મતદાનના શુભેચ્છા પત્ર પાઠવ્યા હતા. ડાંગ જિલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટર શ્રી ભાવિન પંડ્યાએ, વરિષ્ઠ નાગરીકો જેઓ 50 વર્ષથી પણ વધુ સમયથી મતદાન કરી રહ્યા છે. જેઓના લોકતાંત્રિક પ્રકિયા પ્રત્યેની નિષ્ઠાને હ્રદયપુર્વક બીરદાવી નિરોગી સ્વાસ્થ્ય, અને દીર્ધાયુ માટેની શુભકામનાઓ પાઠવતો પત્ર, સંબંધિત બી.એલ.ઓ. દ્વારા ધરે ધરે પહોચાડવામા આવ્યો હતો.
