

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
આહવાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ તારીખ: 29/08/ 2022ના રોજ “જ્ઞાનધારા” અંતર્ગત તિરંગાના મહત્વ પર નિબંધ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામા નિર્ણાયક તરીકે પ્રા. કેશુભાઈ ભાભોર, પ્રા.વિલાસીનીબેન પટેલ, અને પ્રા.વિનોદભાઈ ગવળી સેવા આપી હતી. આ સ્પર્ધામા વળવી તુષાર રમેશભાઈ, પ્રથમ (S.Y.B.A), ભોયે વૈશાલી અર્જુનભાઈ, દ્વિતીય (T.Y.B.A), અને ગાંગુર્ડે કલ્પના નામદેવભાઈ, તૃતીય (T.Y.B.A) ક્રમે વિજેતા ઘોષિત કરવામા આવ્યા હતા. સમગ્ર સ્પર્ધાનુ આયોજન આચાર્યશ્રી ડૉ. ઉત્તમભાઈ.કે. ગાગુંર્ડેના માર્ગદર્શન હેઠળ કરાયુ હતુ. જેનુ સંચાલન જ્ઞાનધારાના અધ્યક્ષશ્રી પ્રા.ડૉ. મુકેશભાઈ ઠાકોર દ્વારા કરાયુ હતુ. સમગ્ર વ્યવસ્થાપન પ્રા.ડૉ. ભગીનાબેન પટેલ, અને પ્રા.ઉમેશભાઈ હડસ દ્વારા કરવામા આવ્યુ હતુ.