ખંભાત માં રૂ. 22લાખ ના ખર્ચે દૂધ ઉત્પાદક મંડળી ના નવીન મકાન નું ખાત મુહુર્ત.

રિપોર્ટ : બીના પટેલ

ખંભાત તાલુકાના ટીંબા મુકામે દૂધ ઉત્પાદક મંડળીના રૂ 22 લાખના ખર્ચે મંજુર થયેલ નવીન મકાનના કામનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન ધારાસભ્યશ્રી મયુરભાઈ રાવલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંડળીના ચેરમેન રામજીભાઈ રબારી, સરપંચ નારસિંહ પરમાર, પૂર્વ એપીએમસી ચેરમેન પ્રકાશભાઈ રબારી, ખ.વે.સંઘ વાઇસ ચેરમેન જયંતીભાઈ પટેલ, ડિરેક્ટર અશોકભાઈ વ્યાસ, ડેલીગેટ મફતભાઈ પરમાર અને મનુભાઈ મકવાણા, મંડળીના સર્વે પૂર્વ ચેરમેન- સેક્રેટરીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *