

રિપોર્ટ : બીના પટેલ
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણીના ભાગરૂપે આજે એસવીઆઇટી વાસદ ખાતે સ્પેશિયલ ઓલમ્પિક આણંદ જિલ્લા ટેબલ ટેનિસ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં આણંદ જિલ્લાની જુદી જુદી સ્કૂલ અને તાલુકાના માનસિક ક્ષતિગ્રસ્ત બાળકો એ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. પ્રથમ આ બાળકોનો સ્કીલ ટેસ્ટ લઈ તેમને ૮ થી ૧૫, ૧૬ થી ૨૧ અને ૨૨ થી ઉપર ની ઉંમર પ્રમાણે ત્રણ ગ્રુપમાં વેચવામાં આવ્યા હતા ત્યાર પછી તેમની સ્પર્ધા કરાવવામાં આવી હતી.
ત્યાર પછી યુનિફાઇડ સ્પોર્ટ્સ અંતર્ગત તેમની સ્પર્ધા કરાવવામાં આવી હતી. આ યુનિફાઇડ સ્પોર્ટ્સ માં ટેબલ ટેનિસ ડબલ્સની સ્પર્ધામાં એક ખેલાડી દિવ્યાંગ હોય છે અને તેનો પાર્ટનર નોર્મલ ખેલાડી હોય છે. સામેની ટીમમાં પણ આવી રીતે જ એક સ્પેશ્યલ અને એક નોર્મલ ખેલાડી હોય છે. આવી ડબલ્સની સ્પર્ધાઓ થકી સ્પેશ્યલ બાળકો નોર્મલ બાળકો સાથે ટીમ બનાવી રમે છે અને આના દ્વારા તેમનું ઝડપી અને સારો વિકાસ થાય છે.
સ્પેશિયલ ઓલમ્પિક ગુજરાતના ટ્રસ્ટી જીગ્નેશભાઈ ઠક્કર જણાવે છે કે યુનિફાઇડ સ્પોર્ટ દ્વારા સ્પેશિયલ બાળકો નોર્મલ બાળકો સાથે ખૂબ સારું કોડીનેશન કરે છે અને આના થકી તેમનો શારીરિક અને બૌદ્ધિક વિકાસ વધુ થાય છે તેથી કરીને સ્પેશિયલ બાળકો માટે યુનિફાઇડ સ્પોર્ટ્સનું ખૂબ મહત્વ છે અને ગુજરાતમાં અલગ અલગ રમતમાં આ પ્રયોગ કરવામાં આવી રહ્યું છે.
સ્પર્ધાને ખુલ્લી મુકતા એસવીઆઈટી ના અધ્યક્ષ શ્રી રોનકભાઈ પટેલ સ્પેશિયલ બાળકો સાથે ટેબલ ટેનિસ રમ્યા હતા અને આ સ્પર્ધામાં જોડાઈ સારું પ્રદર્શન કરે એવી શુભેચ્છાઓ આપી હતી. સિલેક્ટેડ ત્રણ સારા ખેલાડીઓને તેમને પોતાના હસ્તે ટેબલ ટેનિસનો રેકેટ પણ ઇનામ તરીકે આપ્યો હતો.
સ્પર્ધા ની અંતે વિજેતા ખેલાડીઓને કોલેજના અધ્યક્ષ શ્રી રોનકભાઈ પટેલ, ખજાનચી શ્રી અલ્પેશભાઈ પટેલ, આચાર્ય ડો. એસ ડી ટોલીવાલ,
સ્પેશિયલ ઓલમ્પિક ગુજરાતના ટ્રસ્ટી શ્રી જીગ્નેશભાઈ ઠક્કર, સ્પેશિયલ ઓલમ્પિક આણંદના સ્પોર્ટ્સ ડાયરેક્ટર ડૉ. ભરતભાઈ પટેલ ના હસ્તે મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના સ્પોર્ટ્સ ડાયરેક્ટર ડૉ. વિકાશ અગ્રવાલ દ્વારા એનએસએસના સ્વયંસેવકોની મદદથી કરવામાં આવ્યું હતું.
એસ.વી.આઇ.ટી. વાસદ ના અધ્યક્ષશ્રી રોનક કુમાર પટેલ, ઉપાધ્યક્ષ શ્રી હાર્દિક કુમાર પટેલ, મંત્રી શ્રી ગૌરાંગભાઇ પટેલ, સહ મંત્રી શ્રી નૈતિક પટેલ, ખજાનચી શ્રી અલ્પેશ ભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી સંજયભાઈ પટેલ, શ્રી સતિષભાઈ પટેલ, હેમંતભાઈ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર શ્રી દિનેશભાઈ પટેલ, આચાર્ય ડૉ. એસ.ડી.ટોલીવાલ, ડૉ.વિકાશ અગ્રવાલ (સ્પોર્ટ્સ ડાયરેક્ટર) અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરીવાર તરફથી સર્વેને સ્પેશિયલ બાળકોને તેમના સુંદર પ્રદર્શન બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

