રીપોર્ટ, મયુર પટેલ

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ અને સાંસ્કૃતિક રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા રાજ્યના છેવાડાના બાળકોને પણ પ્રતિભા માટેની તક પ્રાપ્ત થાય એ માટે કલા મહાકુંભ અને યુવક મહોત્સવ રાજ્યભરમાં તાલુકા કક્ષાથી રાજ્યકક્ષા સુધીનો થઈ રહ્યો છે જેની નોંધ સમગ્ર દેશમાં લેવામાં આવી છે. કમિશનર
શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા વિકાસ અધિકારી અને જિલ્લા રમતગમત અધિકારી શ્રીની કચેરી નવસારી દ્વારા સંચાલિત આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ચીખલી તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ 2022-23 દા. ઇટાલીયા હાઇસ્કુલ ચીખલી અને કલા મહાકુંભ એમ.એન્ડ.આર ટાટા હાઇસ્કુલ બીલીમોરા ખાતે યોજાયો તેમાં જુદા જુદા વય જૂથ પ્રમાણે ચીખલી તાલુકાની જુદી જુદી શાળાના બાળ કલાકારોએ ભાગ લીધો હતો. યુવા ઉત્સવમાં શ્રી બી એલ પટેલ સર્વ વિદ્યામંદિર રાનકુવાના વિદ્યાર્થીઓએ કુલ 8 જેટલી સ્પર્ધાઓમાં ભાગ લીધો જેમા,
સર્જનાત્મક વિભાગ: પ્રથમ ક્રમ પટેલ જયદીપ’ એક પાત્રીય અભિનય: પ્રથમ ક્રમ આહિર ઈશા સમૂહ ગીત બીજો ક્રમ (હેમાંગીની, નિકી, સંજના, ડિનલ, ખુશ્બુ, ભાવના, ચૈત્રા ,અમીશા). લોકવાદ્ય સંગીત બીજો ક્રમ:પટેલ પ્રિન્સ હળવું કંઠ્ય સંગીત તૃતીય ક્રમ: પટેલ શ્રદ્ધા, વકતૃત્વ સ્પર્ધા ર્તૃતીય ક્રમ પટેલ ઉત્કર્ષ વિજેતા બન્યા હતા. કલા મહાકુંભ સ્પર્ધામાં ૦ થી 14 વર્ષ અને 15 થી 20 વર્ષ વહી જૂથમાં બાળકોએ કુલ 11 જેટલી સ્પર્ધામાં ભાગ લઈ ઉત્તમ કલા પ્રદર્શન કર્યું હતું. જેમાં
વક્તૃત્વ સ્પર્ધામાં 0 થી 14 વર્ષ પ્રથમ પટેલ રિની 15 થી 20 વર્ષ :પ્રથમ પટેલ ઉત્કર્ષ
નિબંધ સ્પર્ધા 0 થી 14 વર્ષ પ્રથમ પટેલ હેની 15 થી 20 વર્ષ તૃતીય પટેલ રાશિ
ચિત્રકલા 0 થી 14 વર્ષ પ્રથમ પટેલ નેન્સી
ભરત નાટ્યમ 0 થી 14 વર્ષ તૃતીય પટેલ ધ્રુવી
એક પાત્રીય અભિનય 0 થી 14 વર્ષ દ્વિતીય પટેલ સ્નેહા 15 થી 20 વર્ષ આહિર ઈશા
લગ્ન ગીત 0 થી 14 વર્ષ પ્રથમ પટેલ કિંજલ 15 થી 20 વર્ષ તૃતીય પટેલ કુંજલ
સમૂહ ગીત 15 થી 20 વર્ષ તૃતીય (હેમાંગીની, નિકી સંજના, ડિનલ ,ખુશ્બુ, ભાવના, ચૈત્રા, અમીશા)
હાર્મોનિયમ 0 થી 14 વર્ષ તૃતીય ભાવસાર ધ્યેય
લોકગીત 15 થી 20 વર્ષ તૃતીય પરમાર આર્ચી
હળવું કંઠ્ય સંગીત 0 થી 14 વર્ષ પ્રથમ પટેલ ઉર્વી
આ સ્પર્ધામાં અવ્વલ નંબરે રહેલ શાળાના તમામ વિદ્યાર્થી મિત્રો જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રતિસ્પર્ધી તરીકે ભાગ લેશે. તમામ વિજેતાઓને શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. અને જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે શુભેચ્છા પાઠવી હતી. ગ્રામ્ય વિસ્તારના આદિવાસી બાળકો પણ પોતાની પ્રતિભા ને ઉજાગર કરી રહ્યા છે અને રાષ્ટ્રીય કક્ષા સુધી આદિવાસી બાળકોને તકો પ્રાપ્ત થઈ રહી છે જેનું ઉત્તમ ઉદાહરણ શ્રી. બી. એલ. પટેલ સર્વ વિદ્યામંદિર રાનકુવા શાળામાં 95% આદિવાસી બાળકો અભ્યાસ કરે છે અને રમતગમત ક્ષેત્રે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ઝળકી રહ્યા છે તે શાળા માટે ગર્વની વાત છે..
