







રંગ, કળા, કૌશલ્ય ધારા અંતર્ગત માટીના ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવી પૂજન કરાયું
મુન્દ્રામાં શિક્ષણકાર્ય સાથે સંકળાયેલ એસ. ડી. શેઠીયા બી. એડ. કોલેજ શિક્ષણક્ષેત્રે ખૂબ જ મોટું યોગદાન આપેલ છે. અને અહીં વિદ્યાર્થીઓ ભણી ગણીને સારી પોસ્ટ પર સેવા આપી રહ્યા છે ત્યારે આ કોલેજ દ્વારા ફક્ત શિક્ષણ જ નહીં પણ વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ થાય એ માટે કોલેજમાં વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. આ સંદર્ભે સમગ્ર દેશની સાથે કોલેજમાં પણ ધામ ધૂમ પૂર્વક ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કોલેજના પ્રિન્સિપાલ ડો. લાલજીભાઈ વી. ફફલે લોકમાન્ય તિલકે સ્વાતંત્ર્ય સંગ્રામની ચળવળ માટે 1892 માં ગણેશ ઉત્સવની શરૂઆત કરી ત્યારે આ ઉત્સવ માત્ર મહારાષ્ટ્ર પૂરતું સીમિત હતું પણ સમય જતા દેશભરમાં ગામે ગામ ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે એનાથી વિદ્યાર્થીઓને માહિતી કર્યા હતા. પર્યાવરણનું રક્ષણ સહેલાઈથી થઈ શકે એ હેતુથી કોલેજની વિદ્યાર્થીની ધ્રુતી મોગા દ્વારા માટીની ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવી હતી. જેનું પૂજન તિતિક્ષા ઠકકર અને જયશ્રી કદાવલા દ્વારા ભક્તિભાવ પૂર્વક કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ગણેશજીના પ્રસંગો વર્ણવતા વક્તવ્યો આપવામાં આવ્યા હતા. ઉપરાંત શિવ, પાર્વતી, ગણેશજી, કાર્તિકેય અને નારદજીના પાત્રોના અભિનય સાથે નાટક અને ટૂંકી ફિલ્મ નિહાળીને વિદ્યાર્થીઓ ગણેશજીની ભક્તિમાં લીન બની ગયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દેવાંગ ઠક્કર અને હેમાંશી ચૌહાણએ સંભાળ્યું હતું. જ્યારે આભાર વિધિ દ્રષ્ટિ મોતાએ કરી હતી. કાર્યક્રમમાં કોલેજના પ્રાધ્યાપકો ડો. દિનેશ પટેલ, ડો. હિતેશ કગથરા, ડો. કૈલાશ નાંઢા, ડો. દીપક પંડ્યા અને કમલાબેન કામોલ ઉપસ્થિત રહીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
