ટ્વિનીંગ કાર્યક્રમ અતર્ગત આહવા તાલુકાની 26 શાળાઓએ વર્ચ્યુઅલ માધ્યમથી ભાગ લીધો;

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

ટ્વિનીંગ કાર્યક્રમ અંતર્ગત આહવા તાલુકાની ધોરણ-6 થી 8 ની કુલ 26 શાળાઓએ વર્ચ્યુઅલ માધ્યમથી ભાગ લીધો હતો. આ કાર્યક્રમ “શાળાઓ વચ્ચે ભાગીદારી” તરીકે ઓળખાય છે. જેનો ઉદ્દેશ બે શાળાઓના વિદ્યાર્થઓ, અને શિક્ષકો એક બીજા પાસેથી કાઇક નવુ શીખે છે. ટ્વિનીંગ કાર્યક્રમ શાળા મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ/હેતુ, (૧) એકબીજા સાથે જોડાનાર શાળાઓ શૈક્ષણિક અને સહ અભ્યાસિક પ્રવૃતિઓનું આદાન- પ્રદાન કરે. (૨) ઉત્કૃષ્ટ વિચારોનું આદાન – પ્રદાન. (૩) એક બીજાની સારી બાબત તેમજ ક્ષતિઓ વિશે જાણી શકે. (૪) શિક્ષક ને વધુ સારી અને વધુ અસરકારક પદ્ધતિઓ અપનાવવા માટેની તક મળે. (૫) પોતાની શાળાની શૈક્ષણિક પ્રગતિમા વધારો કરે. (૬) શ્રેષ્ઠ પ્રવુતિઓનુ આદાન- પ્રદાન કરે. (૭) વર્ગ ખંડ શિક્ષણમા ટેકનોલોજીનો ઉપયોગ અને જાણકારી મેળવી શકે. (૮) રમત ગમતના પ્રવૃતિઓનુ આદાન પ્રદાન થાય. (૯) લાયબ્રેરી,ગણિત અને વિજ્ઞાન લેબોરેટરી ને લગતી પ્રવૃત્તિનુ આદાન પ્રદાન થાય. (૧૦) શાળામા શ્રેષ્ઠ અને સર્જનાત્મક પ્રવૃત્તિઓનુ નિદર્શન થાય. (૧૧) અધ્યન અધ્યાપન પ્રક્રિયામા સુધારો થાય. (૧૨) સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ડીબેટ, ક્વીઝનુ આયોજન થાય તે છે. કાર્યક્રમમા વિધ્યાર્થીઓએ એકબીજા સાથે સંવાદ પણ સાધ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *