
રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
ડાયમંડ લીડર શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સની સંસ્થા SRK નોલેજ ફાઉન્ડેશને (SRKKF) શ્રી રામકૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ, અને નંદુબા મેડિકલ સેન્ટર, કતારગામ સુરત, તથા વેડ- કતારગામ મેડિકલ એસોસીએસન, સુરત સાથે મળી, ડાંગ જિલ્લામા મલ્ટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સની ટીમ સાથે 28મા ફ્રી મેડિકલ કેમ્પસ આયોજિત કર્યા હતા.

ડાંગ જિલ્લાના વધઇ તાલુકામા આવેલ કાલીબેલ (ડાંગ સ્વરાજ આશ્રમ), અને મહાલ (સરકારી પ્રાથમિક શાળા) ખાતે આ બે કેમ્પ યોજાયા હતા. જેમા પેરામેડિકલ ટીમ, પીડિયાટ્રીશિયન, ગાયનોકોલોજિસ્ટ, ડર્મોટોલોજિસ્ટ, ડેન્ટિસ્ટ જેવા સ્પેશિયાલિસ્ટ ની સાથે સાથે એમ.ડી, એમ.એસ. થઈને કુલ 108 ડોકટોરોની ટીમે, હેલ્થ ચેકઅપ હાથ ધર્યા હતા. દરમિયાન કાલિબેલ ખાતે યોજાયેલ મેડિકલ કેમ્પમા 1400 દર્દીઓ, અને મહાલ કેમ્પમા 900 દર્દીઓની સારવાર કરવામા આવી હતી. જરૂરિયાત વાળા દર્દીઓને વધુ સારવાર માટે સુરત રિફર કરવામા આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 28 વર્ષમા આશરે 55,000 થી પણ વધુ દર્દીઓએ સંસ્થાના આ મેડિકલ કેમ્પસનો લાભ લીધો છે. SRKKFના ફાઉન્ડર & ચેરમેન શ્રી ગોવિંદકાકાના નેતૃત્વ હેઠળ, છેલ્લા 28 વર્ષથી અંતરયાળ વિસ્તારમા લગભગ 100 થી પણ વધારે સ્પેશિયાલિસ્ટ, અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોકટરની ટીમ સાથે મેડિકલ કેમ્પસનુ આયોજન કરવામા આવી રહ્યુ છે. સાથે ડાંગ જિલ્લાના વિવિધ ગામોમા જરૂરી મેડિકલ સેવાઓ, કપડાંનુ વિતરણ, શૈક્ષણિક કીટ, બાળકો માટે જરૂરી વસ્તુઓનુ વિતરણ વિગેરે સેવાકાર્ય પણ કરવામા આવે છે. ચાલુ વર્ષે સ્થાનિક લોકોની જરૂરીયાતો જાણીને ચંપલ, ધાબળા, રૂમાલનુ પણ ખાસ વિતરણ કરાયુ હતુ. મેગા મેડિકલ કેમ્પ બાબતે શ્રી ગોવિંદકાકા જણાવ્યુ હતુ કે, જે રીતે આદિવાસી લોકો જંગલ, જમીન અને પાણીની સાચવણી કરે છે, તે રીતે તેઓ આપણા સૌ માટે એક રોલ મોડલ છે, અને તે આપણી ઇકો-સિસ્ટમનો અનિવાર્ય ભાગ છે. તેઓનુ જીવન જેટલુ તંદુરસ્ત બનશે એટલો જ સમાજ તંદુરસ્ત બનશે. આપણે સૌએ સાથે મળીને તેઓને ટેકો આપીને સપોર્ટ કરવો જોઈએ. સૌ સાથે મળી તેમના જીવનમા એક નાનો ફેરફાર પણ લાવીશુ, તો એ પણ એક રાષ્ટ્ર સેવા જ કહેવાશે. મેગા મેડિકલ કેમ્પમા મુખ્ય અધ્યક્ષ ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવીત, મુખ્ય મહેમાન એવા ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, અતિથી વિશેષ ડાંગ સ્વરાજ આશ્રમના મંત્રી શ્રી વનરાજભાઇ નાયક વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
