મહેસાણા જિલ્લા સહકારી સંઘ ચેરમેન પદે વિઠ્ઠલ કાકા અને વાઇસ ચેરમેન પદે રાજેન્દ્ર પટેલ રીપીટ કરાયા

હેસાણા જિલ્લા સહકારી સંઘના ચૂંટાયેલા સભ્યોની મંગળવારે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી માટે યોજાયેલી બેઠકમાં ચેરમેનપદે વિઠ્ઠલભાઇ પટેલ અને વાઇસ ચેરમેનપદે રાજેન્દ્રભાઈ (રાજુભાઈ)પટેલ ( કડી ) ને પુનઃ રિપીટ કરાયા હતા. રાજેન્દ્રભાઈ પટેલ હાલમા કડી APMC ચેરમેનપદ નુ સુકાન સાંભળે છે સાથે કડી નાગરિકબેન્ક મા ડિરેક્ટર તરીકે અને ભાજપ મહેસાણા કારોબારી સભ્ય છે પ્રદેશ ભાજપ પ્રમુખના મેન્ડેટ મુજબ બંને આગેવાનોની બિનહરીફ વરણી કરાઇ હતી .

જિલ્લા સહકારી સંઘમાં ચૂંટાયેલા 15 સભ્યોની બપોરે 3 વાગે પ્રાંત અધિકારી આર.આર. જાદવની અધ્યક્ષતામાં સંઘના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી માટે સભા યોજાઇ હતી . બેઠક પહેલા જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઇ પટેલે તમામ સદસ્યોને મેન્ડેટ આપ્યો હતો . બાદમાં મળેલી ચૂંટણી સભામાં ચેરમેન તરીકે વિઠ્ઠલભાઇ માધવલાલ પટેલના નામની દરખાસ્ત શૈલેશભાઇ પટેલે કરી હતી , જેને રમેશભાઇ પટેલ ( ભૂરી ) એ ટેકો આપ્યો હતો . જ્યારે વાઇસ ચેરમેન તરીકે કડી એપીએમસીના ચેરમેન રાજેન્દ્ર ગાંડાલાલ પટેલના નામની દરખાસ્ત ઇશ્વરભાઇ પટેલે કરી હતી , જેને ચંદ્રકાન્ત પટેલે ટેકો આપ્યો હતો . ચેરમેન અને વાઇસ ચેરમેનપદ માટે હરીફમાં કોઇ ફોર્મ ન ભરાતાં બંનેને બિનહરીફ જાહેર કરાયા હતા . હાજર તમામ સદસ્યો અને સહકારી આગેવાનોએ પુષ્પગેચ્છથી વધાવ્યા હતા . ચેરમેન વિઠ્ઠલભાઇ પટેલે અને વાઇસ ચેરમેન રાજેન્દ્રભાઈ ભાજપના છીએ અને સાથે મળી સંઘના કામો આગળ ધપાવીશું તેમ જણાવ્યું હતું .

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *