
કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
મહારાષ્ટ્ર ભાજપ મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ શ્રીમતિ ઉમાતાઈ ખાપરે જેમને વિધાનસભાની જવાબદારી છે તેમના દ્વારા અંકલેશ્વર શહેર,અંકલેશ્વર તાલુકા, અંકલેશ્વર નોટીફાઇડ,મુખ્ય હોદેદારો,શક્તિ કેન્દ્ર સંયોજક,પ્રભારી,મોરચાઓના પ્રમુખ મહામંત્રીશ્રીઓની બેઠક યોજાઇ,આવનારી ગુજરાત-2022 વિધાનસભાની ચૂંટણી અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મારુતિસિંહ અટોદરીયાજી, જીલ્લા ભાજપ મહામંત્રી શ્રી વિનોદભાઈ પટેલ, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ શ્રી નરેન્દ્ર પટેલની, ભાજપ તાલુકા પ્રમુખશ્રી નિતેન્દ્ દેવધરા, અંકલેશ્વર નોટીફાઇડ પ્રમુખ શ્રી જશુભાઈ ચૌધરી, અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ શ્રી વિનયભાઈ વસાવા,શાસક પક્ષના નેતા શ્રી સુધીરભાઈ ગુપ્તાજી કાર્યકર મિત્રો હાજર રહ્યા.