ઇડર ખાતે ૫ કરોડ ૪૭ લાખના ખર્ચના પ્રજાલક્ષી કાર્યોનું ઈ- ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

કમલમ્‌ ન્યુઝ, મકબૂલ હુસેન મેમણ-ઇડર..
ઇડર ખાતે જિલ્લા કક્ષાનો”વિશ્વાસ થી વિકાસ” યાત્રાનો કાર્યક્રમમાં હાજર મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી અભિવાદન કરાયું હતું. ૫ કરોડ ૪૭ લાખના ખર્ચના પ્રજાલક્ષી કાર્યોનું ઈ- ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. માહિતી ખાતા તરફથી ગુજરાતની વિકાસ ગાથા વર્ણવતા સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વેળાએ તેમણે જણાવ્યું હતું કે, ૨૦ વર્ષ પહેલાનું ગુજરાત અને હાલની ડબલ એન્જીન વાળી સરકારે વિકાસ અને વિશ્વાસ શબ્દાર્થ એકબીજાના પર્યાયરૂપ બનાવ્યા છે. સર્વાંગી વિકાસ તમામ ક્ષેત્રોમાં સર્વગ્રાહી બન્યો છે ત્યારે ભારત માટે ગુજરાત મોડેલ સ્ટેટ બન્યું છે. સરકાર છેવાડા માનવી સુધી કલ્યાણકારી યોજના પહોચાડવામા સફળ રહી છે. ઇડર ના માનનીય ધારાસભ્ય શ્રી હિતુભાઇ કનોડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધીરુભાઈ પટેલ,નગરપાલિકા પ્રમુખ જયસિંહ ભાઈ તવર, અશ્વિનભાઈ પટેલ, મૂકેશભાઈ સોલંકી, તાલુકા પ્રમુખબેન, પ્રેમાળ ભાઈ તથા તાલુકા મહામંત્રી કેશભાઈ રબારી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સહિત પદાધિકારી – અધિકારીઓ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ તથા વિવિધ યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM