મોરબી ખાતે આયોજિત શ્રીમદ્દ ભાગવત સપ્તાહના ત્રીજા દિવસે પણ અનેક અગ્રણીઓએ કથાશ્રવણનો લાભ લીધો

રિપોર્ટ :- મહેશ સિંધવ

મોરબીમાં કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા દિવંગતોના મોક્ષાર્થે પૂર્વ ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન પટેલ સમાજ વાડી, શનાળા ગામ ખાતે કરવામાં આવ્યું છે જેમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝા પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે
આજે કથાના ત્રીજા દિવસે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ કથાનું રસપાન કરાવતા સુંદર સંદેશો આપ્યો હતા જેમાં જણાવ્યું હતું કે આપણે શું જોવું અને શું સાંભળવું તે શીખવું ખુબ જરૂરી છે  હમારે ભગવાન કે દિવ્ય ચરણ કમળ મેં સદૈવ દંડવત કરતે હુએ, સર્વ દેવો કો પ્રણામ વ વંદન કરતે હુએ, સંતજન, વિપ્રજન એવં સર્વ ભાઈ-બહેન એવં ઉનકે ભીતર બિરાજે પરમ તત્વ કો વંદન કરતે હુએ. એવં વિજ્ઞાન કે માધ્યમ સે દુર-સુદુર કથા શ્રવણ કર રહે, કથા પ્રેમી શ્રોતા જનો કો ભી હાર્દિક અભિનંદન એવં અભિવાદન, એવં સ્વાગત સાથ વંદન.
ભાગવત ભગવાન શ્રીકૃષ્ણનું વાંગમય સ્વરૂપ છે. ભગવાનના બે સ્વરૂપ છે. બે વિગ્રહ છે. એક અર્ચના વિગ્રહ. જે મંદિરમાં મૂર્તિ સ્વરૂપે બિરાજે છે. જેની આપણે પૂજા કરીએ છીએ. દર્શન કરીએ છીએ. બીજુ સ્વરૂપ ભગવાનનું અક્ષર સઃ સ્વરૂપ એ શ્રીમદ્ ભાગવતજી રૂપે અહીંયા આપણી સમક્ષ બિરાજે છે. મંદિરમાં બિરાજતા ભગવાનના આંખોથી દર્શન થાય છે. અને અહીંયા મંડપમાં ભાગવત સ્વરૂપે બિરાજમાન ભગવાનનું કાનથી શ્રવણ થાય છે. ડોંગરે બાપા એટલે કે બ્રહ્મલિન ડોંગરેજી મહારાજ એમ કહેતા કે, પાપ અને પુણ્ય બંને આપણી અંદર પ્રવેશે તે માટેના મુખ્ય બે દ્વાર છે. એક નેત્ર દ્વારા અને બીજું શ્રોત્ર દ્વારા. નેત્ર થી પાપ ભીતર પ્રવેશ કરે છે. શ્રોત્ર કાનથી પાપ આપણી અંદર, આપણી ભીતર પ્રવેશ કરે છે. ખોટું જોવાથી, ખરાબ સાંભળવાથી પાપ ભીતર પ્રવેશ કરે છે. આપણું મન બગડે છે. જે  તે ન સાંભળે, જે તે ન જોવે તે માટે વેદોમાં દેવતાઓને પ્રાર્થના કરવામાં આવી કે, “હે દેવતાઓ અમારા કાન દ્વારા અમારું કલ્યાણ થાય, એવું જ સાંભળીએ. હે દેવતાઓ અમે અમારા નેત્રો દ્વારા અમારું કલ્યાણ થાય, એવું જ જોઈએ, અથવા તો અમને ભદ્ર સંભળાય. ભદ્ર સાંભળવાનું ત્યારે જ બને, જ્યારે સામે બોલનાર પ્રત્યેક વ્યક્તિ, પ્રત્યેક માણસ ભદ્ર હોય. અભદ્ર લોકોની વાણી અભદ્ર જ હશે. તે સાંભળવાથી મન બગડશે. અમે અમારા નેત્રો દ્વારા ભદ્ર જોઈએ. આપણી આંખો ભદ્ર ત્યારે જુએ, જ્યારે સમાજમાં સર્વત્ર ભદ્ર જ હોય. ત્યારે એ ભદ્રનો પ્રસાર થાય. માટે જ બ્રાહ્મણો પૂજાના પ્રારંભે “ભદ્ર સૂત્ર”નો પાઠ કરે છે. “ઓમ આનો: ભદ્રાઃ” માટે સારું સત્ય જુઓ અને સારું સત્ય સાંભળો તેમ જણાવ્યું હતું આજે ભાગવત કથામૃતનો લાભ લેવા માટે ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સીદસર મંદિરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળિયા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, પૂર્વ સાંસદ શિવલાલભાઈ વેકરીયા, ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ જયંતીભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમે કોરોનામાં મૃત્યુ પામેલા દિવંગતોની ફોટો ગેલેરી નિહાળી હતી તેમજ કથા શ્રવણનો લાભ લીધો હતો

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *