વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિન પ્રસંગે હિંમતનગર શહેર યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો


હિંમતનગર : રિપોર્ટ ઈકબાલ મેમણ સાબરકાંઠા
ભારતના યશસ્વી પ્રધાનમંત્રી ના આજરોજ જન્મદિવસ પ્રસંગે હિંમતનગર શહેર ભાજપ યુવા મોરચા દ્વારા હિંમતનગરના રેડક્રોસ ના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ શહેરના જૈન દિગંબર જૈન વાડી ખાતે યોજાયો. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ જે.ડી. પટેલ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ કું. કૌશલ્યાકુંવરબા પરમાર, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, જિલ્લા ભાજપ મહામંત્રી વિજયભાઈ પંડ્યા, નાગરિક બેંકના ચેરમેન હિરેનભાઈ ગોર, બીપીનભાઈ ઓઝા, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ નીલાબેન પટેલ, રેડક્રોસના વાઈસ ચેરમેન ડો. વી. એ. ગોપલાણી, ભાજપના અગ્રણી રેડક્રોસના કારોબારી સભ્ય સતિષભાઈ શાહ, વિપુલભાઈ સાંખલા, શહેર યુવા મોરચાના પ્રમુખ ધ્રુવ શાહ, કનુભાઈ રાવલ, નિર્મળાબેન પંચાલ, ડો. ભરતભાઈ શાહ, ડો. સમીર શાહ, ડીકુલ ગાંધી, રાજુભાઈ પટેલ, ભાવનાબેન પંડ્યા સહિત યુવા મોરચાના કાર્યકરો હાજર રહેલ. કાર્યક્રમમાં હિંમતનગર જૈન સોશિયલ નો પણ સહયોગ પ્રાપ્ત થયો હતો. શહેર ભાજપ ઉપપ્રમુખ શૈલેષભાઈ ધુવાડે આજે 18મી વખત રક્તદાન કરેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *