અબડાસા તાલુકા ના ભાચુંડા ગામ માં સર્વ રોગ તપાસ,નિદાન,સારવાર અને નિશુલ્ક ઓપરેશન કેમ્પ નો લાભ ૯૯ દરદી ઓ, ૨૫ વિદ્યાર્થીઓ એ લાભ લીધો.૨ જણા ના ઓપરેશન કરી અપાશે.

જિલ્લા પંચાયત (આયુર્વેદશાખા.) ભુજ,ગાયત્રી પરિવાર નલિયા અને કચ્છ,ભાનુશાલી મહાજન ભાચુંડા અને દેશ મહાજન, ભાચૂંડા ગ્રામ પંચાયત તેમજ ભાચૂંડા ગામ નાં સેવાભાવી સજ્જનો દ્વારા સંયુક્ત આયોજિત મેઘા આરોગ્ય કેમ્પ માં કેમ્પ માં દરેક જાતના હઠીલા, અસાધ્ય રોગો વિગેરે સહિત શરીર નાના મોટા તમામ રોગો નાં રોગો માટે અત્યાર નાં સંજોગો માં ખુબજ સફળ આયુર્વેદિક અને હોમીયો પેથીક સારવાર મેઘા કેમ્પ માં આયુર્વેદ નિષ્ણાત ડો મનીષભાઈ ત્રીવેદી અને હોમીઓ પેથિક નિષ્ણાત ડૉ શ્વેતા બેન સેલોતે સારી સેવા આપી હતી. આયુર્વેદના નિષ્ણાંત ડૉ મનીષભાઈ ત્રિવેદીએ ૫૫ દર્દીઓ ની તપાસ કરી ને સાંધવ દવાખાના ની મદદથી સારી સારી દવાઓ ફ્રી આપીને સારવાર કરી હતી. હોમિયો પેથ નિષ્ણાંત ડૉ. શ્વેતા બેન સેલોતે ૪૪ દર્દીઓ ને તપાસી મોંઘી કિંમતની દવાઓ સુથરી દવાખાના ની મદદથી ફ્રી આપીને સારવાર કરી આપી હતી. આ કેમ્પ માં ૨૪ જાતની જડીબુટી ઓ માંથી તૈયાર થયેલ રોગ પ્રતિકારક અમૃત પેય( ઉકાળા) નો ૧૨૫ થી વધારે જણા ઓ એ લાભ લીધો હતો. આ વિસ્તાર માં આંખો ના રોગો નો પ્રમાણ વધારે છે. બે જણા મોતિયા વાળા પણ આ કેમ્પ માં આવ્યા હતા તેઓના મોતિયાના ઓપરેશન પણ કે સી આર સી આઈ હૉસ્પિટલ ભુજ માં ૨૪.૯.૨૨ નાં રોજ કરી અપાશે. આ કેમ્પ ના આયોજન, વ્યવસ્થા અને પ્રચાર પ્રસાર માં નલિયા ગાયત્રી પરિવાર ના હરેશભાઇ ઠકકર અને ભાચુંડા નાં રાજાભાઈ ભાનુશાલી નો મુખ્ય સહયોગ રહ્યો હતો. ભાનુશાલી મહાજન વાડી, ભાચુંડા ખાતે યોજાયેલા કેમ્પ ની શરૂઆત કેમ્પમાં બને ડોકટર શ્રી,પધારેલા સેવાભાવી આગેવાનો દ્વારા દિપ પ્રાગટ્ય કરી ને કરાઇ હતી. .રાજાભાઈ ભાનુશાલી.કિશોરભાઈ ભાનુશાલી.હિંમતભાઈ ભાનુશાલી.હારૂન ભાઇ મંધરા.સૂરુભા જાડેજાભરત સિંહ જાડેજા.મિયાંજી સિધિક ભાઇ વિગેરે સારી મહેનત કરી હતી. રાજાભાઈ એ પ્રચાર પ્રસાર કરીને સતત હાજર રહીં ખૂબજ મહેનત કરી ને અને આર્થિક સહયોગ આપીને કેમ્પ માં સારી સફળતાં અપાવી હતી.કચ્છ ગાયત્રી પરિવારના શિવજી ભાઇ મોઢ, સુકેતુ ભાઇ રૂપારેલ અને કચ્છ મિત્ર બ્યુરો ના સતિષભાઈ ઠકકર તેમજ કચ્છ મિત્ર સહિત નામાંકીત પેપરો પણ પ્રચાર પ્રસાર માં ઉપયોગી રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM