આગામી 29 સપ્ટેમ્બરથી શરૂ થનાર નેશનલ ગેમ્સને લઈ અરવલ્લી જિલ્લાના ખેલાડીઓમાં ઉત્સાહ

ધાર્મિક ભટ્ટ અરવલ્લી

જુડેગા ઇન્ડિયા જીતેગા ઇન્ડિયાના બેનર હેઠળ તારીખ 29 સપ્ટેમ્બર થી 12 ઓક્ટોબર દરમ્યાન ભારતની સ્પોર્ટ્સની મોટામાં મોટી ગણાતી ઇવેન્ટ, નેશનલ ગેમ્સનું ગુજરાતમાં આયોજન થવા જઈ રહ્યુ છે જેમા ભારતના 7000 ખેલાડી અને ગુજરાતના 700 ખેલાડી ભાગ લેશે ઇવેન્ટ ગુજરાતના 6 જિલ્લા માં આયોજન કરવા માં આવશે ત્યારે તેની પૂર્વ તૈયારી ના ભાગ રૂપે અરવલ્લી જિલ્લા માં નેશનલ ગેમ્સ જાગૃતિ અભિયાન કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લા ની 500 થી વધુ શાળા કોલેજો માં 15 થી 20 તારીખ દરમ્યાન અલગ અલગ રમતોનો મહા ઉત્સવ યોજાયો જેમા અરવલ્લી જિલ્લા ના અલગ અલગ જગ્યાએ જિલ્લા ના જુદા જુદા પદાઅધિકારી અને અધિકારી હાજર રહી ખેલાડી ને પ્રોત્સાહિત કર્યા આ સમગ્ર સંચાલન માન અરવલ્લી જિલ્લા કલેક્ટર ના માર્ગદર્શન અને જિલ્લા શિક્ષણ અધિકારી ના સંકલન હેઠળ જિલ્લા રમત વિકાસ અધિકારી મજહર સુથાર ઘ્વારા કરવામાં આવ્યું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *