

અમિતકુમાર ઉપાધ્યાય-અરવલ્લી
વર્તમાન સમયમાં નિઃસંતાન માતાપિતાઓ માટે આઈ.વી.એફ. એ અસરકારક ઉપાય સાબિત થઇ રહ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ડો. કામિની પટેલ એ વાણી આઈ વી એફ પાછલા ૩૦ વર્ષ થી અમદાવાદ માં સેવા આપે છે તેની શરૂઆત મોડાસા શહેર માં કરેલ છે. ડો. કામિની પટેલ અને તેમની ટિમ દ્વારા મોડાસા ખાતે પ્રથમ આઈ.વી.એફ. કેસની સફળ ડિલિવરી કરાવી છે. જેની સંપૂર્ણ સારવાર મોડાસા વાણી આઈ વી એફ સેન્ટર માં થયેલી છે . આ સેન્ટર શહેરના મેઘરજ બાયપાસ ચોકડી પર આવેલ પેલેટ હોટેલ સામેના રિદ્ધિ સિદ્ધિ કૉમ્પ્લેક્સ ખાતે આવેલી સ્વધા વુમન્સ હોસ્પિટલમાં આઈ.વી.એફ. ને લગતી સારવાર કરવા માં આવે છે વાણી આઈ વી એફ સેન્ટર અને સ્વધા વુમન્સ હોસ્પિટલ દ્વારા આગામી ૮મી ઓક્ટોબરનાં રોજ સવારે ૧૦:૦૦ થી ૧:૦૦ કલાક દરમિયાન સંતાનપ્રાપ્તિ માટે નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવા આવ્યું છે.
