સિદ્ધપુરના વાલકેશ્વર મહાદેવ મંદિરે ભાજપની ટિફિન બેઠક: ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂતે કાર્યકર્તાઓ સાથે કર્યો સંવાદ

સિદ્ધપુરના પવિત્ર યાત્રાધામ વાલકેશ્વર મહાદેવ મંદિર ખાતે સિદ્ધપુર શહેર અને તાલુકા ભાજપ મંડળની આત્મીય ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સિદ્ધપુરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી બલવંતસિંહ રાજપૂત વિશેષ ઉપસ્થિત રહી કાર્યકર્તાઓ સાથે આત્મીય સંવાદ કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો.બેઠક દરમિયાન સંગઠનાત્મક મુદ્દાઓ પર અર્થપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા, બૂથ સ્તરે કાર્યકર્તાઓની સક્રિયતા વધારવા તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડી જનસેવાના કાર્યોને વધુ વેગ આપવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ અવસરે સૌ કાર્યકર્તાઓએ સાથે સહભોજન કરી પરસ્પર સ્નેહ, એકતા અને સંગઠનભાવને વધુ મજબૂત બનાવ્યો હતો. સૌએ સેવા, સંગઠન અને સમર્પણની ભાવના સાથે ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વધુ સશક્ત બનાવવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

આ બેઠકમાં સિદ્ધપુર શહેર અને તાલુકા પ્રમુખશ્રી, નગરપાલિકા ઉપપ્રમુખશ્રી, એપીએમસી ચેરમેનશ્રી, જિલ્લા મંત્રીશ્રી, સિદ્ધપુર શહેર અને તાલુકા પ્રભારીશ્રી, તાલુકા અને શહેરના મહામંત્રીશ્રીઓ, નગરપાલિકા સદસ્યશ્રીઓ, તાલુકા ડેલિગેટશ્રી, મહિલા મોરચા, યુવા મોરચા તેમજ સંગઠનના અનેક હોદ્દેદારો અને કાર્યકર્તાશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *