શુભ નવરાત્રી ના પ્રારંભે સૌ જાહેર જનતા ના સુખ ,શાંતિ સમૃધ્ધિ અને કલ્યાણ માટે શુભેચ્છાઓ

વર્તમાન સમયનું આજનું ભારત આવનારા સમયમાં સમગ્ર વિશ્વમાં નમો ભારત નમો ઇન્ડિયા થી જ ઓળખાશે. અરવલ્લી જિલ્લા આયોજન અધિકારી

સૌ ભારતીય ના જીવન માં રાષ્ટ્રહિત સર્વોપરી હોવું જોઈએ

સેવા પરમ ધર્મ છે રાષ્ટ્ર હિતનો ધર્મ સર્વોપરી છે રાષ્ટ્રને તમામ સર્વોપરી દિવ્ય આત્માઓ દેશની સૌ જનતા જનાર્દન માટે આદરને પાત્ર છે ગૌરવને પાત્ર છે વર્તમાન સમયમાં મા મા ભારતીને સૌ દેશવાસીઓ ના કલ્યાણ સુખ શાંતિ સલામતી માટે સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ સબકા પ્રયાસ નો કલ્યાણકારી મહામંત્ર આપનારા અને પ્રજાના કલ્યાણ માટે નવરાત્રી મા નવ દિવસ નકોરડા ઉપવાસ કરીને શક્તિની આરાધના કરનારા સૌ નો આદર્શ એવા યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજી અને યુપીયોગી સ્વરૂપ મહાન વિભૂતિઓ રાષ્ટ્ર ને પ્રાપ્ત થઈ છે જે સમગ્ર રાષ્ટ્ર માટે અણમોલ માનવસંપતિ છે જે આવનાર સમયમાં દેશ દુનિયાની મહામૂલી માનવસંપતી ના રૂપ માં ઉભરીને સમગ્ર વિશ્વમા મા ભારતીની આપણા દેશના તિરંગા ની આન બાન અને શાન ને ચાર ચાંદ લગાવશે જેના પરિણામ દેશ વિદેશમાં વસતા ભારતીયો ગૌરવ અનુભવશે.

શુભ નવરાત્રી ના પ્રારંભે મા ઉમા પાર્વતી ચંડી ચામુંડા ખોડિયાર મહાકાળી મા અંબા ભવાની જગદંબા દેવી જી ને રાષ્ટ્ર સહિત સૌ દેશવાસીઓ ના સુખ શાંતિ અને સમૃદ્ધિ અને સલામતી માટે અંતકરણ પૂર્વક પ્રાથના કરું છું સાથે સાથે રાષ્ટ્રની આ બંને મહામૂલી માનવ દંપતી સહિત સૌ ની તંદુરસ્તી માટે પ્રાર્થના પણ કરું છું રાષ્ટ્ર હિત માટે પોતાના પરિવાર કુટુંબ, મિત્રો સગા સંબંધીઓ સહિત સૌ સ્નેહીજનોને છોડીને સમગ્ર રાષ્ટ્ર ને પોતાનો પરિવાર બનાવી દેનાર રાષ્ટ્ર ની જનતા ને સદભાવના નો સાચો સંદેશ આપનારા અને સતત રાષ્ટ્ર ના હિત થકી આવનાર યુવા પેઢી ના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા કરતા આપણા દેશના આ બે મહાન નેતાઓ માટે સૌ દેશવાસીઓ ના દિલ માં અપાર લાગણીઓ છે.

આ બંને મહાન પુરુષ ના બેંક ખાતામાં બેંક બેલેન્સ કરત સૌ ભારતીયો ની અનંત દુઆઓ નું બેંક બેલેન્સ છે જેના પરિણામે તેઓ આજીવન અપરાજિત છે અને રહેશે.જે અંતે દેશની જ જીત છે યુવા પેઢીના ઉજ્જવળ કારકિર્દી સાથે ના ઉજ્જવળ ભવિષ્યની જીત હશે અને માટે જ વર્તમાન સમયનું આજનું ભારત આવનારા સમયમાં સમગ્ર વિશ્વમાં નમો ભારત નમો ઇન્ડિયા થી જ ઓળખાશે એમ જણાવી અરવલ્લી જિલ્લા આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભીએ શુભ નવરાત્રી પ્રારંભે સૌ જાહેર જનતાના કલ્યાણ સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી સાથે સાથે દરેકના જીવન માં દુઃખ ,અશાંતિ ,સમસ્યાઓ પ્રશ્નો આવે ને જાય પરંતુ દરેકના જીવન માં રાષ્ટ્ર હિત સર્વોપરી છે એ જીવન મંત્ર ક્યારેય ભુલાય નહિ તેમ પણ જણાવ્યું હતું જય અંબે. જય અંબે. જય અંબે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *