વઘઈ ખાતે RunForDevelopment મેરેથોન નું આયોજન

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

વિકાસ પુરુષ યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માન. શ્રી સી આર પાટીલ સાહેબ ના માર્ગદર્શનમાં અને યુવા મોરચાના અધ્યક્ષ શ્રી પ્રશાંતભાઈ કોરાટના નેતૃત્વમાં ભારતીય જનતા યુવા મોરચા ડાંગ દ્વારા વઘઈ ખાતે #RunForDevelopment મેરેથોન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેને માનનીય ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવીત, ડાંગ જિલ્લાના મહામંત્રી શ્રી રાજુભાઈ ગામીત , કિશોરભાઈ ગાવીત , જિલ્લા સદસ્ય શ્રી હરીશભાઈ બચાવ દ્વારા લીલી જંડી આપી મેરથન દોડ ને ખુલ્લી મુકવામ આવી હતી .

જેમાં ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળભાઈ ગાવીત, ડાંગ જિલ્લાના મહામંત્રી રાજુભાઈ ગામીત , કિશોરભાઈ ગાવીત , જિલ્લા સદસ્ય હરીશભાઈ બચાવ , ડાંગ યુવા મોરચાના પ્રમુખ પંકજભાઈ દળવી, યુવા મોરચાના મહામંત્રી આઝાદ સિંહ બઘેલ , દીપકભાઈ જાદવ , વઘઈ મંડળ પ્રમુખ જય આહીર, તાલુકા સદસ્યશ્રી પંકજભાઈ પટેલ , પ્રકાશભાઈ પટેલ , કાર્યકર્તાશ્રીઓ અને મોટી સંખ્યામાં સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *