આગામી વિધાનસભા ચૂંટણીના અનુસંધાને ગાંધીનગર શહેર ભાજપ દ્વારા આઇ.ટી.- સોશિયલ મીડિયા સંદર્ભે સંગઠનના પદાધિકારીઓની બેઠક યોજાઇ.

ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, તા.૨૫ સપ્ટેમ્બર રવિવારના રોજ ભૈરવનાથ પાર્ટી પ્લોટ, રાયસણ ખાતે આગામી વિધાનસભા ચૂંટણીના અનુસંધાને શહેર ભાજપ દ્વારા આઇ.ટી.-સોશિયલ મીડિયા સંદર્ભે મહાનગર સંગઠનના પદાધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં પ્રદેશ આઈ.ટી.વિભાગના કન્વીનરશ્રી નિખિલ પટેલ, શહેર ભાજપ પ્રમુખશ્રી ઋચિર ભટ્ટ, પ્રભારીશ્રી મોહનલાલ પટેલે સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે વિવિધ મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું અને ઉપસ્થિત અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ સાથે પરસ્પર સંવાદ કર્યો હતો.

આ બેઠકમાં ગાંધીનગર દક્ષિણના ધારાસભ્યશ્રી શંભુજી ઠાકોર, મહાનગરના ડૅ. મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટે.કમિટી ચેરમેનશ્રી જસવંત પટેલ, પ્રદેશ આઇ.ટી. વિભાગના સહ કન્વીનરશ્રી મહેશ મોદી, મહામંત્રીશ્રીઓ કનુભાઈ દેસાઈ, ગૌરાંગ પટેલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, મહાનગરના વોર્ડ, મોરચા, વિભાગ, સેલના સંગઠનના અપેક્ષિત પદાધિકારીઓ, કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *