
રિપોર્ટ, મયુર પટેલ
ગુજરાતના વિકાસશીલ કાર્યને રોલ મોડલ બનાવી સમગ્ર દેશમાં વિકાસ કાર્યોને ગતિમાન કરનાર વિકાસ પુરુષ પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના ૭૨ માં જન્મદિવસ નિમિત્તે” સેવા સપ્તાહ “અંતર્ગત ભારતીય જનતા પાર્ટી મહુવા તાલુકા યુવા મોરચાના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ ગરાસીયા આયોજિત “રન ફોર ડેવલપમેન્ટ”મેરેથોન ૨૦૨૨ દોડનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લઈ આ કાર્યક્રમને સફળ બનાવ્યો . મેરેથોન દોડ ઉમરા ભારત માતા પુલ પરથી ૧૭૦ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયા દ્વારા ઝંડી બતાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી મેરેથોન દોડ ઉમરા ભારત માતા પુલ થી વહેવલ વાંક સુધી દોડવામાં આવી હતી. અને મેરેથોન દોડ દોડનાર રમતવીરોને ૧ થી ૫ નંબરના રમતવીરોને ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયા દ્વારા મેડલ ,સર્ટિફિકેટ, અને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું હતું અને દરેક મેરેથોન દોડનાર રમતવીરોને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહુવા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી હિતેન્દ્રભાઈ પટેલ, સમગ્ર યુવા મોરચાના હોદ્દેદારો, તેમજ કારોબારી સભ્યો, જિલ્લા પંચાયત સભ્ય સંગીતાબેન જગદીશભાઈ આહીર, મહુવા તાલુકા કારોબારી સભ્ય કિશોરભાઈ, તાલુકા પંચાયત સભ્યો, વિક્રમભાઈ, ચંદ્રેશભાઈ ,દિનેશભાઈ, સુરત જિલ્લા મહિલા મોરચા પ્રમુખ શ્રી મનીષાબેન, માજી તાલુકા ઉપપ્રમુખ જયમીનભાઇ, માજી જિલ્લા પંચાયત સભ્ય દિગેન્દ્રભાઈ, ઉમરા ગામના સરપંચ અજયભાઈ, કરચલીયા ગામના સરપંચ કેયુરભાઈ, અલગટ ગામના માજી સરપંચ શ્રી સંતોષભાઈ, મહુવારીયા ગામના સરપંચ બાબુભાઈ, ઉમરા ગામ દૂધ મંડળીના મંત્રી સંદીપભાઈ, સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ના મહુવા તાલુકા સંયોજક મયુરપટેલ, તેમજ આસપાસના ગામોના આગેવાનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો..