
”વિજ્ઞાન જાથાની ટેલી ફિલ્મથી દેશભરમાં જનજાગૃતિ કેળવાશે…” જયંત પંડયા
– હવે પછી માતાજી પાસે સતના પારખા એપિસોડ બાદ ૯૮ શોર્ટ ટેલી ફિલ્મ બનાવવાની નેમ.
– ડી.જી.પી. અનિલ પ્નથમનું વિજ્ઞાન પ્નવચનથી ઉપસ્થિતો પ્નભાવિત.
– આયોજનમાં મદદ કરનારા – કલાકારોનું સન્માન થયું.
– ‘જાથા’ ની વિશ્વસનીયતા દેશ–વિદેશમાં છે…. અનિલ પ્નથમ.
– રાજય–કેન્દ્ર સરકાર, મીડિયા જગતના કારણે જાથાની પ્નવૃત્તિ ફાલીફુલી.
– અંધશ્રદ્ધાને દેશવટો આપવો નાગરિકની ફરજ.
અમદાવાદ : રાજકોટમાં કાલાવડ રોડ, ગિરીરાજ રેસ્ટોરન્ટના હોલમાં ભારત જન વિજ્ઞાન જાથાની શોર્ટ ટેલી ફિલ્મ ”તાંત્રિક બાબા હુઆ બેનકાબ” નું લોન્ચીંગ રાજયના ડી.જી.પી. અનિલ પ્નથમ હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. રાજય–કેન્દ્ર સરકાર મીડિયા જગતની નોંધ લઈ અંધશ્રદ્ધાને દેશવટો આપવા સહિયારો પ્નયત્ન કરવા સંબંધી વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. હવે પછી માતાજી સમક્ષ ઉકળતા તેલમાં હાથ બોળાવી સતના પારખા કરવા અને નવજાત શિશુને ડામ આપવાની પ્નથા સામે એપિસોડ મુકવામાં આવશે. ત્યાર બાદ ૯૮ ટેલી ફિલ્મ વિવિધ કથાવસ્તુ આધારિત જનજાગૃતિના પ્નયાસ માટે મુકવાની જાથાની નેમ છે. ઉગતા–રસ ધરાવતા નાગરિકોએ ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
કાર્યક્રમનું દિપ પ્નાગ્ટય સાથે વૈજ્ઞાનિક ચમત્કારિક પ્નયોગથી અગ્નિનું આપોઆપ સળગવું પ્નયોગ નિદર્શન રાજયના ડિરેકટર જનરલ ઓફ પોલીસ અનિલ પ્નથમના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્નથમ શોર્ટ ટેલી ફિલ્મનું લોન્ચીંગ લેપટોપમાં કલીક બટન દબાવી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવ્યું હતું. આનંદની ઘડીમાં સૌ કોઈ રોમાંચિત થયા હતા. જાથાને મદદ કરનારા અને કલાકારોનું ભવ્ય સન્માન અનિલ પ્નથમે કર્યું હતું.
રાજયના ડી.જી.પી. અનિલ પ્નથમે ટેલી ફિલ્મનું લોન્ચીંગ બાળ જાથાના સદસ્યો, કલાકારો, જાગૃતો સમક્ષ જણાવ્યું કે જાથાની પ્નવૃત્તિ સર્વાંગી બંધારણને અનુરૂપ છે. સરકાર, કાયદો, પોલીસ તંત્રની મદદથી સુપર કામગીરી કરી છે. મારી દ્રષ્ટિએ સમાજને ભ્રમિત કરનારા ધતિંગબાજોને એકવાર સુધરવાની તક આપી લખાણ લેવામાં આવે છે તે માનસ પરિવર્તન, સુધરવાનો મોકો અપાય છે તે યોગ્ય છે, તેને બિરદાવું છું. વિજ્ઞાન અભિગમ–દ્રષ્ટિકોણ કેળવવાથી આખરે વ્યકિ્, સમાજ, રાષ્ટ્રને જ ફાયદો છે. અત્યારે યુટયુબ, ટવીટર, ઈન્સ્ટાગ્રામ અને સોશ્યલ મીડિયાનો જમાનો છે. તેનો જાગૃતિની કામગીરી માટે મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. નિરાશ થવાની જરૂર નથી પરિણામ આવવાનું છે. જાથાને લોકસહકાર મળ્યો છે તેમ સ્વીકારવું પડશે. સરકાર, પોલીસ તંત્ર સારા ઉદેશના કોઈપણ કાર્યને ટેકો આપતું હોય છે. જાથાએ વિશ્વસનીયતા સાબિત કરી છે.
રાજયના ડી.જી.પી. અનિલ પ્નથમ પોતાના સન્માન બદલ જાથાનો આભાર માની, મહિલા–બાળ કલ્યાણ ઉત્કર્ષના કાર્યક્રમોનો પ્નોજેકટ હાથ લેવા સૂચન કર્યું હતું. ગ્રામ્ય કક્ષાના અંદરના વિસ્તાર, વાડી વિસ્તારના લોકો જોડાય તેવા પ્નયત્નો માટેની વાત મુકી હતી. જાથાની ટીમ વર્કથી ખૂબ જ પ્નભાવિત થયો છે. અવિરત કામગીરી જાથાની ઓળખ છે. કલાકારો, સહયોગીઓનું સન્માન કરતા આનંદની અવસરની વાત કરીને અભિનંદન પાઠવ્યા હતા.
ડી.જી.પી. અનિલ પ્નથમે સહયોગી અને કલાકારોનું સન્માન કર્યું તેમાં કિશોરભાઈ હાપલીયા, દિનેશભાઈ હુંબલ, નર્મળિ મેત્રા, ડૉ. ઈરોઝ વાઝા, કલાકારોમાં મયંક કોટક, ચંદ્રિકા ચંદ્રપાલ, ભકિ્ રાજગોર, ભાનુબેન ગોહિલ, નમ્રતાબેન હસમુખભાઈ, હિનાબેન કોટક, રાધિકા ચિરાગભાઈ, પ્નોડયુસર રોમિત રાજદેવ, કૌશિક શાહ, અંકલેશ ગોહિલ, વિપુલગીરી ગોસ્વામી, ગુલાબસિંહ ચૌહાણ, નર્ભયિ જોશી, નર્મળિભાઈ મેત્રા, હિનાબેન પંડયા, એંકર ડૉ. ગોપિકાકોટક સહિતનાઓનું એવોર્ડ, મોમેન્ટો આપી બહુમાન કરાયું હતું.
જાથાના રાજય ચેરમેન – એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે શોર્ટ ટેલી ફિલ્મનો પ્નથમ પ્નયાસ છે. દેશભરમાં લોકોને અંધશ્રદ્ધા ફેલાવતા તત્વો સામે જાગૃતિ કેળવવાનો મુખ્ય હેતુ છે. અમુક ભુવા, તાંત્રિક, મુંજાવર, મૌલવી, પાદરી, ચમત્કારિકોથી સાવધાન રહેવાના ઉદ્દેશથી એપિસોડ સત્ય ઘટના આધારિત બનાવવાની નેમ છે. રાપર પાસે અને બીજા કિસ્સામાં માતાજી સમક્ષ સતના પારખામાં જે રીતે ક્રુરતા રાખવામાં આવે છે તે નેસ્તનાબુદ થાય તે હેતુથી બીજી ટેલી ફિલ્મ બનાવવા જઈ રહ્યા છીએ. તેમાં નવા–ઉગતા કલાકારોનો સમાવેશ કરવાના છીએ. જાથા દેશ સમક્ષ ૧૦૦ એકસો એપિસોડ મુકશે. કથાવસ્તુ જાથાએ કરેલા પર્દાફાશમાંથી સત્ય ઘટના આધારિત રાખવાના છીએ. યુટયુબ, સોશ્યલ મીડિયાની મદદથી વિજ્ઞાન પ્નચાર–પ્નસાર, અંધશ્રદ્ધા નિર્મૂલન, સાવધાન તાંત્રિક બાબાઓથી ઉદાત્ત મેસેજ લોકો સમક્ષ મુકવામાં સરળતા રહેશે તેવો આશાવાદ છે.
વધુમાં જયંત પંડયાએ જણાવ્યું કે જાથાના હોદ્દેદારો, સદસ્યોએ કદી સ્ટેજ ખુરશીનો મોહ રાખ્યો નથી. નિષ્ઠાથી કામ કરી આર્થિક યોગદાન પણ આપે છે તે મોટી વાત છે. દાતાઓ મદદ કરે છે તે એક હાથને ખબર હોય તે બીજા હાથને ખબર પડવા દેતા નથી તેથી અવિરત કામ થાય છે. આગામી વર્ષમાં રાજકોટ–અમદાવાદ અધિવેશન યોજાશે જેમાં જાથાની વિચારધારા સાથે સંમત હોય તેવા નાગરિકોને જ પ્નવેશ આપવામાં આવશે. રાજયમાં કાળી ચૌદશની ઉજવણી અને સૂર્યગ્રહણનો અવકાશી નજારાની તૈયારીની શરૂઆત કરી દીધી છે. માનતાના નામે પશુબલી અટકાવવામાં સૌ કોઈ મદદ કરે તેવી અપીલ કરવામાં આવી હતી. ટેલી ફિલ્મમાં જોડાવા ઈચ્છુકોએ રૂબરૂમાં સંપર્ક કરવો. ટેલી ફિલ્મ લોન્ચીંગ કાર્યક્રમને સર્વાંગી સફળતા મળી છે તેમાં સદસ્યોનો આભાર માન્યો હતો.
કાર્યક્રમની સફળતામાં ઉપપ્નમુખ નાથાભાઈ પીપળીયા, સહમંત્રી પ્નમોદભાઈ પંડયા, નર્ભયિ જોશી, કિશોર હાપલીયા, દિનેશ હુંબલ, અશ્વિન કુંગશીયા, નર્મળિ મેત્રા, અંકલેશ ગોહિલ, અજયભાઈ શાહ ચોટીલા, પ્નકાશ ગોહિલ, રોમિત રાજદેવ, જયેશ લાખાણી, પ્નફુલ્લ ભટ્ટ, હરેશ ભટ્ટ એડવોકેટ, નિલેશ દઢાણીયા, ગુલાબસિંહ ચૌહાણ, રાજુભાઈ સોજીત્રા, સદસ્યામાં ભક્બિેન રાજગોર, ભાનુબેન ગોહિલ, ચંદ્રિકા ચંદ્રપાલ, હર્ષાબેન પંડયા વકીલ, સરોજ ભટ્ટએ ઉત્કૃષ્ઠ કામગીરી બજાવી હતી.
સમગ્ર કાર્યક્રમનું એનાઉન્સીંગ ડૉ. ગોપિકા કોટકે કર્યું હતું. રાજયમાં જાથાના જાગૃતિ એપિસોડમાં જોડાવા ઈચ્છુકોએ મો ૯૮રપર ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
ફોટો તસ્વીર : રાજકોટમાં વિજ્ઞાન જાથા ચેનલમાં પ્નથમ એપિસોડનું ઉદ્દઘાટન રાજયના ડી.જી.પી. અનિલ પ્નથમ કરે છે. બાજુમાં જાથાના જયંત પંડયા, નાથાભાઈ પીપળીયા, પ્નમોદ પંડયા, કિશોર હાપલીયા દ્રષ્ટિપાત થાય છે. સન્માન સાથે લોન્ચીંગ ઉદ્દબોધન આપતા અનિલ પ્નથમ નજરે પડે છે.
