



મેગા ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન દિવસ પ્રસંગે તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ – કચ્છ તથા શ્રી આણંદસર વિકાસ મંડળ દ્વારા આયોજિત આર્યન ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ માંડવીના તથા LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ ભુજના સહકારથી સર્વ રોગ નિદાન તથા સારવાર મેડિકલ કેમ્પ તથા આયુષમાન ભારત કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 215 લોકોએ લાભ લીધેલ હતો . જેમા 15 મોતિયાના ઓપરેશન તથા અન્ય 10 ઓપરેશન આમ કુલ 25 જેટલા ઓપરેશન કરવામાં આવશે . કેમ્પનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી સંસ્થાના અધ્યક્ષ શ્રી હિતેશભાઈ ખંડોર તથા શ્રી આણંદસર વિકાસ મંડળના સભ્યો પ્રમુખશ્રી અંબાલાલ વાલજી , શાંતિલાલ ભાવાણી , અરજણ સામજી ભગત પ્રમજી નારણ ભાવાણી , લાલજી નારણ છાભૈયા , શાંતીલાલ દેવશી પારસીયા , મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું આ નિ : શુલ્ક નિદાન અને સારવાર મેડિકલ કેમ્પમાં તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ – કચ્છના પ્રમુખ શ્રી હિતેશભાઈ હિંમતલાલ ખંડોર ના માર્ગદર્શન હેઠળ પથરી , પેટના રોગો , હાડકાના રોગો , કેન્સર ના રોગો , કિડનીના રોગો , ડાયાબિટીસ , પ્રેશર , હૃદય રોગ , શ્વાસની બીમારી , ના નિદાન તથા સારવાર હરસ મસા ભંગદર નું નિદાન કરી આપવામાં આવશે આ કેમ્પમાં નિષ્ણાંત સર્જરી મેડિકલ ઓફિસર ડોક્ટર કનક મોરી સાહેબ , તથા ડોક્ટર રાહુલ છાભૌયા તથા આંખ તથા વેલના ફ્રી ચેકઅપ કેમ્પ તેમજ મોતિયાના ઓપરેશન અમદાવાદના નિષ્ણાંત દ્વારા સેવા આપી હતી . જરૂરીયાત વાળા દર્દીઓના ઓપરેશન PMJAY અંતર્ગત કરાવી આપવામાં આવશે , સ્થળ ઉપર જ જરૂરીયાતમંદ દર્દીની લોહીમાં સુગરની તપાસ , કાર્ડિયોગ્રામ તથા જરૂરી એક્સ રે મફત કરી આપવામાં આવ્યા હતા દરેક દર્દીને જરૂરી દવાઓ મફત આપવામા આવી હતી . તેરા તુજકો અર્પણના પ્રમુખ શ્રી હિતેશભાઈ ખંડોરે જણાવ્યું હતું કે ભુજ તાલુકામાં તથા ભુજ શહેર માં સારવાર તથા નિદાન મેડિકલ કેમ્પો કરવામાં આવી રહયા છે જેમાં મોટી સંખ્યામાં સંસ્થાઓ તથા સમાજો અને ગ્રા.પં જોડાઈ રહયા છે.શ્રી આણંદસર વિકાસ મંડળ ની સેવાકીય પ્રવૃતિઓ બિરદાવી હતી .
