અંકલેશ્વર માં નવરાત્રી માં ઘેરૈયા નૃત્ય થકી માતાજી ની અનોખી આરાધના કરતો આદિવાસી સમાજ

=અંકલેશ્વર ના ચોર્યાસી ભાગોળ ના આદિવાસી સમાજ ના યુવાનો 9 દિવસ સ્ત્રી વેશ ધારણ કરી ઘેરૈયા નૃત્ય માં જોડાયા :
=ઘેરૈયા ની વર્ષો જૂની પરંપરા જાળવવા આજની યુવા અને તરુણ પેઢી આગળ આવી

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

નવરાત્રી ની આદિવાસી પરંપરા એટલે ઘેરૈયા નૃત્ય. અંકલેશ્વર માં આદિવાસી સમાજ ની ઘેરૈયા ની વર્ષોથી ચાલી આવતી પરંપરા જાળવવા આજની યુવા અને તરુણ પેઢી પણ હવે આગળ આવી રહી છે. અંકલેશ્વર ના ચોર્યાસી ભાગોળ ના આદિવાસી સમાજ ના યુવાનો નવરાત્રી ના નવ દિવસ સ્ત્રી વેશ ધારણ કરી શહેર ના અલગ અલગ વિસ્તારો માં ઘેરૈયા નૃત્ય થકી માતાજી ના આરાધના કરી રહ્યા છે

માં અંબાની આરાધનાનું પર્વ એટલે નવરાત્રી અંકલેશ્વર માં એક એવો પણ સમાજ છે. જે વર્ષોથી ચાલી આવતી પરંપરા ને આજના આધુનિક યુગ પણ જાળવી રાખી છે. અંકલેશ્વર માં વસતા આદિવાસી સમાજ દ્વારા નવરાત્રી દરમિયાન પુરુષ દ્વારા સ્ત્રી વેશ ધારણ કરી માતાજી ની આરાધના કરવા નો પર્વ એટલે ઘેરૈયા નૃત્ય. આ ગરબા મંડળી માં સ્ત્રી વેશ ધારણ કરેલ યુવાન ઘેરૈયાની 10 થી 15 સભ્યો ની ટોળકી ગરબા -દાંડિયા સાથે ઘેરૈયા નૃત્ય કરે છે. અને આ નવ દિવસ માતાજી આરાધના માં લિન બની પરિવાર તેમજ ઘર નો ત્યાગ કરી તેઓ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ સ્થળ તેમજ શેરી માં પહોંચી ઢોલક સાથે ઘેરૈયા નૃત્ય રજૂ કરે છે. પેઢી દર પેઢી ચાલી આવતી આ પરંપરા એક તબક્કે અંકલેશ્વર ગ્રામ્ય અને શહેર ની 5 થી વધુ મંડળી આ આધ્યાત્મિક વારસો જાળવવા ઘેર નૃત્ય રજૂ કરતી હતી જે આજે વિસરાઈ જવા પામી છે અને હાલ માં એક માત્ર અંકલેશ્વર ચોર્યાસી ભાગોળ ખાતે આવેલ અંબે માતાજી મંદિર ના ભક્તો અને સ્થાનિક આદિવાસી સમાજના યુવાનો આ ઘેરૈયા ની પરંપરા ને જીવંત રાખી છે.અને આ પરંપરા જાળવવા આજની યુવા અને તરુણ પેઢી આગળ આવી છે અને આ માતાજી ની કઠોર તપશ્ચર્યા રૂપી ઘેરૈયા નૃત્ય માં ઉઘાડા પગે આરાધના કરે છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *