અંકલેશ્વર ઓએનજીસી કોલોની માં જિલ્લા ના સૌથી મોટા રાવણનું દહન ચાલતી તૈયારીઓ

રાજ્ય સૌથી મોટા રાવણ દહન આયોજન પૈકીનું એક આયોજન અંકલેશ્વર ઓએનજીસી ખાતે થાય છે

રાવણ, કુંભકર્ણ અને મેઘનાથ ના પૂતળાનું છેલ્લા 40 દિવસ માં આખરી ઓપ આપતા 6 કલાકાર

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

કોરોના કાળ ના વિઘ્ન બાદ અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે પુનઃ જિલ્લા ના સૌથી મોટા રાવણનું દહન થશે. .48 ફૂટ ના રાવણ, 45 ફૂટ ના કુંભકર્ણ અને 43 ફૂટ ના મેઘનાથ ના પૂતળા ને છેલ્લા 40 દિવસ થી 6 જેટલા કારીગરો આખરી ઓપ આપી રહ્યા છે તૈયાર ક્યાં છે. ઓએનજીસી રામલીલા સમિતિ દ્વારા છેલ્લા 48 વર્ષ થી આયોજન કરવામાં આવે છે.

અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે વિવિધતામાં એકતા રૂપે નવરાત્રી પર્વ દરમિયાન ઉજવણી કરાઈ છે. જ્યાં એક તરફ નવરાત્રી નું આયોજન થાય છે. તો અહીં વસતા બંગાળી સમાજ દ્વારા દુર્ગા પૂજાનું આયોજન કરે છે. ત્યાં ઉત્તર ભારતીય સમાજ દ્વારા અહીં રામલીલા નું આયોજન પ્રતિ વર્ષ કરતા હોય છે. ત્યારે ઓએનજીસી કોલોની મીની ભારત ના ભિન્ન-ભિન્ન પ્રાંત ના ઉત્સવ ના સમૂહ નગરી બની જતી હોય છે. ત્યારે ઓએનજીસી ના રાવણ દહન નું પણ અનેરું આકર્ષણ છે. રાજ્યના સૌથી મોટા રાવણ દહન ના આયોજનો પૈકી એક અંકલેશ્વરઓએનજીસી નું હોય છે. છેલ્લા 2 વર્ષ થી કોરોના ને લઇ રાવણ દહન કાર્યક્રમ મોકૂફ રહ્યો હતો. અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે 48 વર્ષના લગાતાર આયોજન વચ્ચે. કોરોના વર્ષ ને બાદ કરતા ચાલુ વર્ષે પુનઃ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઓએનજીસી રામલીલા સમિતિ દ્વારા છેલ્લા 40 દિવસ થી રાવણ કુંભકર્ણ અને મેઘનાથ ના પૂતળા દહન ના દશેરા ના ઉત્સવ ની તૈયારી કરી રહ્યા છે. 6 કારીગરો દ્વારા હાલ 48 ફૂટ ના રાવણ ,45 ફૂટ ના કુંભકર્ણ અને 43 ફૂટ ના મેઘનાથ ના કદાવર પૂતળા તૈયાર કર્યા છે. જેમાં 100 કિલો પસ્તી, 100 કિલો નવા કાગળ, 350 થી વધુ બામ્બુ વાસ, 400 મીટર સાડી સહીત અન્ય સામગ્રી વડે આ ત્રણેય પૂતળા ઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે . ગુજરાત રાજ્ય ના સૌથી મોટા આયોજન પૈકી એક અંકલેશ્વર ઓએનજીસી નું આયોજન હોય છે. ત્યારે પૂરતી તકેદારી સાથે સમગ્ર આયોજન ને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *