ગાંધીધામ માં લોહાણા જ્ઞાતિજનો માટે રાસોત્સવ નું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર.જીગરભાઈ સચ્ચદે.(તાલુકા બ્યુરો ચીફ)

ગાંધીધામ ના લોહાણા સહિયર ગ્રુપ દ્વારા લોહાણા જ્ઞાતિજનો માટે રાસોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીધામ લોહાણા સહિયર ગ્રુપ,ગાંધીધામ લોહાણા મહાજન,ગાંધીધામ લોહાણા મહિલા મંડળ તથા ગાંધીધામ લોહાણા યુવક મંડળ સાથે તા.૦૮/૧૦/૨૦૨૨ ના રોજ શહેર નાં ward -૭/-બી સિન્ધુબાગ રોડ, સારસ્વત પાર્ક ખાતે જ્ઞાતિજનો માટે દાંડિયા રાસ અને ગરબા રાસ ની હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાસોત્સવ માં ભાગ લેનારા બાળકો,યુવકો,યુવતીઓ માટે ઇનામો નો વરસાદ કરવામાં આવ્યો હતો.આ તમામ મંડળ નાં હોદ્દેદારો,સમાજ ના સભ્યો યુવાનો એ આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ખુબ જ સાથ સહકાર આપ્યો તેમજ રાસોત્સવ નો પ્રોગ્રામ પત્યા પછી તમામ જ્ઞાતિજનો દૂધ પૌઆ નો આનંદ માણી છુટા પડ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *