
ગાંધીનગર મહાનગરના વોર્ડ નં. ૧૧ ના કોર્પોરેટર શ્રી સેજલબેન પરમારની ગ્રાન્ટમાંથી ઝુંડાલ ગામની સોસાયટીઓમાં ખુરશીઓના વિતરણનો કાર્યક્રમ ગાંધીનગર મહાનગરના ઉપપ્રમુખશ્રી ઘનશ્યામભાઈ પટેલની વાશિકા સાયપ્રમ સાઈટ ઓફિસે રાખવામાં આવેલ. જેમાં વોર્ડ નં. ૧૧ ના કોર્પોરેટર શ્રી સેજલબેન પરમાર, શ્રી માણેકજી ઠાકોર, મહામંત્રીશ્રીઓ ભવાનસિંહ વાઘેલા, ભીખાભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી તેજસભાઈ આચાર્ય, મંત્રીશ્રીઓ રાજુભાઈ રબારી, રમેશભાઈ ઠાકોર, અરવિંદભાઈ ઓડ તથા વોર્ડના અને ગાંધીનગર મહાનગરના હોદ્દેદારો તથા કાર્યકર્તા ઉપસ્થિત રહેલા.

