જામનગરમા મોદી સાહેબનુ સંસ્કૃતિ અને વારસાના જતન સમાન વિશીષ્ટ સન્માન કરતા ૧૨-જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમ

શ્રીમોદીજીના રોડ શો -સભા સહિતમા થનગનાટ સાથે ઉમટેલા જનસૈલાબનો આભાર વ્યક્ત કરતા સાંસદ પૂનમબેન

જામનગર ( ભરત ભોગાયતા)

હાનુભાવોનુ સન્માન એ હાલાર કાઠીયાવાડ ગુજરાત અને સમગ્ર હિન્દુસ્તાનની આગવી વિશિષ્ટતા છે જે ઉમળકાભેર થાય ત્યારે પરંપરા સાથે વિસ્તાર અને પ્રદેશની વિશેષતા ઉભરી આવે છે એમાય જ્યારે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજીને સત્કારવા તે એક ગરીમામય અવસર ગણાય આ ગૌરવસભર પળોના અધીકારી ૧૨-જામનગર લોકસભાના લોકપ્રિય સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ અદમ્ય ઉત્સાહ સાથે બન્યા અને શ્રીમોદીજીને છાજે તેવુ ભવ્ય અને દિવ્ય સન્માન કર્યુ હતુ માટે જ લોકોના પ્રતિભાવ એ હતા કે જામનગરમા શ્રી મોદી સાહેબનુ સંસ્કૃતિ અને વારસાના જતન સમાન વિશીષ્ટ સન્માન સંસદસભ્ય પૂનમબેન માડમ દ્વારા કરવામા આવ્યુ હતુ અને પશ્ર્ચિમભારતમા બિરાજતા શ્રી દ્વારકાધીશજીની શૃંગારીત તાદ્રશ્ય છબી અને હાલારની ધરતીની કળા કુશળતાનુ પ્રતિક બાંધણી ભેંટ કરી સાંસદ શ્રી પૂનમબેન એ અહોભાવ પ્રગટ કર્યો હતો. ભગવાન શ્રી દ્વારકાધીશજીની આ ખાસ છબી ૨૪ શૃંગાર વાળી અને રંગોની પુર્તિ સાથેની હસ્તકળાના શ્રેષ્ઠ દર્શન સમાન છે તેવી.જ રીતે બાંધણી પ્રાચીનતમતા ને જાળવી રંગોની આપુર્તિની શ્રેષ્ઠ કૌશલ સમાન છે

વિશેષમા જોઇએ તો જામનગરમા શ્રીમોદીજી ના રોડ શો સભા સહિતમા જનસૈલાબ ઉમટેલો તે અંગે આભાર વ્યક્ત કરતા સંસદસભ્ય પૂનમબેન માડમ એ વિવિધ સોશ્યલ મીડીયાના માધ્યમથી જણાવ્યુ હતુ કે આપણા સૌના લોકલાડીલા અને હ્રદયસમ્રાટ, વૈશ્ર્વિક નેતા, આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ જામનગર પધારતા, તેઓશ્રીનુ, રોડ શૉ દરમ્યાન, સમગ્ર હાલાર પંથકના, ભાઇઓ, બહેનો, યુવાનો, વડીલો સૌએ અદમ્ય ઉત્સાહ અને ઉર્મિસભર ઉમળકાથી, અૈતિહાસીક અને અવિસ્મરણીય સ્વાગત-અભિવાદન કર્યુ તે બદલ સમગ્ર જનશક્તિનો હ્રદયપુર્વક આભાર માનવાની સાથે કૃતજ્ઞતા વ્યક્ત કરતા ગૌરવ અનુભવુ છુ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *