ગાંધીનગરનાં આંગણે પ્રથમવાર ઉપધાન તપ કરાવનાર આચાર્ય ભગવંત શ્રી નર રત્ન સુરિ શ્વરજીનો આજે ૫૧માં વર્ષ માં પ્રવેશ

આ સુ. ૪, મંગળવાર તા.૨૦.૧૦.૨૦ ના રોજ અનેકાનેક ગ્રામોદ્ધારક આ . ભ. શ્રી નર રત્ન સુરિ શ્વરજી મ.સા. તેમના જીવનના ૫૧ મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. દેશમાં ગામોગામ વિશિષ્ટ રીતે ,ઉત્સાહપૂર્વક અનેકવિધ સામાજિક અને ધાર્મિક કાર્યો થકી આ દિવસ મનાવાઇ રહ્યો છે. ગાંધીનગરના શ્રી જૈન સંઘમાં તેઓશ્રી નું ભવ્ય ચાતુર્માસ અને ઉપધાન થયું હતું. પૂજ્યશ્રી ના જીવનના આ શુભ દિવસે ગુરુભક્તો તરફથી , સમગ્ર સંઘના સભ્યો ગુરુ પ્રત્યે આદર ભાવ અને દીર્ઘાયુની પ્રાર્થનાના પ્રતિક રૂપે ઘેર રહીને , એક આયંબિલ, ત્રણ સામયિક, પંદર નવકારવાળી નો જાપ કરશે. સેક ટ૨-૨૨ ના જિનાલયમાં પ્રભુજીની સુંદર અંગ રચના થશે.
તેઓ હાલ ગદગ- કર્ણાટક ખાતે છે. અને તેઓના ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક તામિલનાડુ ના અનુયાયુઓ દ્વારા આચાર્ય શ્રી ના 51 માં જન્મદિન પ્રસંગે અનેક વિધ ધાર્મિક કાર્યકમો ઉપરોક્ત રાજ્યોમાં સંપૂર્ણ સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે યોજાશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *