આહવા ખાતે યોજાનારા ગરીબ કલ્યાણ મેળાને અપાયો આખરી ઓપ

રાજ્યના ગરીબ પરિવારોને આર્થિક રીતે પગભર કરવા તથા સહાયરૂપ બનવા માટે રાજ્યભરમા આયોજિત 14 અને 15 તારીખના ગરીબ કલ્યાણ મેળા પૈકી 14 તારીખે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાવિતના અધ્યક્ષ સ્થાને યોજાનાર ડાંગ જિલ્લાના ગરીબ કલ્યાણ મેળાને જિલ્લા વહીવટી તંત્રે આખરી ઓપ આપી દીધો છે.
ડાંગ જિલ્લાના વહીવટી મથક આહવા ખાતે 14 ઓક્ટોબરના રોજ ડાંગ જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો યોજાઇ રહયો છે. જેના અનુસંધાને જિલ્લાના સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓએ તેમના હસ્તકની કામગીરીને આખરી ઓપ આપી દીધો છે.
ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાઈ રહેલી આ અંગેની શ્રેણીબદ્ધ બેઠકોમા કલેકટર શ્રી ભાવિન પંડ્યા તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિપિન ગર્ગ, અમલીકરણ અધિકારીઓને ઝીણવટભર્યું માર્ગદર્શન આપી રહ્યા છે.
ઉલ્લેખનિય છે કે, આહવા સ્થિત સરકારી માધ્યમિક શાળા ખાતે તા.14/10/2022 ના રોજ સવારે 9 વાગ્યાથી ડાંગ જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો શરૂ થનાર છે. જેને લઈને સંબંધિત વિભાગો છેલ્લા બે સપ્તાહથી કામગીરીમા જોતરાયા છે.
આજે યોજાયેલી સમિક્ષા બેઠકની કાર્યવાહી, નિવાસી અધિક કલેકટર શ્રી પદ્મરાજ ગાવિત, પ્રાયોજના વહીવટદાર શ્રી જે. ડી. પટેલ તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ જોશીએ સંભાળી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *