આણંદ જિલ્લા ના ઉમરેઠ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા 50 લાખ આયુષ્માન કાર્ડ વિતરણ સમારોહ

રિપોર્ટ : બીના પટેલ

17 ઓક્ટોબરના રોજ ઉમરેઠ ટાઉનહોલ ખાતે ઉમરેઠ તાલુકા સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા” 50 લાખ આયુષ્યમાન કાર્ડ” વિતરણ કાર્યક્રમ અંતર્ગત ઉમરેઠ તાલુકાના આયુષ્યમાન કાર્ડ વિતરણ સમારોહ ઉમરેઠના ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ. આ કાર્યક્રમમાં ઉમરેઠ તાલુકા પંચાયત પ્રમુખ રંજનબેન પરમાર, ઉમરેઠ તાલુકા ભાજપ પ્રમુખ વિમલભાઈ પટેલ, ઉમરેઠ નગરપાલિકા પ્રમુખ રમીલાબેન પટેલ, ઓડ નગરપાલિકા ઉપપ્રમુખ ગોપાલભાઈ રાવલજી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પિન્કીબેન ઠાકોર, ઉમરેઠ તાલુકા પંચાયત ઉપપ્રમુખ સોમાભાઈ ભોઈ, ન્યાય સમિતિ ચેરમેન વિષ્ણુભાઈ વસાવા, મહામંત્રી સુભાષભાઈ પરમાર, તાલુકા પંચાયત સભ્ય ફરીદખાન પઠાણ, ટીડીઓ શ્રી ઉમરેઠ, તાલુકા હેલ્થ ઓફિસર શ્રી પ્રજાપતિ સાહેબ, સમગ્ર તાલુકાના ડોક્ટર શ્રી ઓ તથા સ્ટાફ, સમગ્ર તાલુકા માંથી પધારેલ લાભાર્થી શ્રી ઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *