ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીના વરદ્ હસ્તે પોલીસ સ્ટેશન તથા પોલીસ આવાસોનું ઉદ્દઘાટન અને લોકાર્પણ સમારોહ યોજાયો

ભરૂચની જનતા એ અદમ્ય સાહસ અને સંઘર્ષમાં સાથ આપી ગુજરાતના વિકાસમાં ભાગીદારી નોંધાવી છે. -ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

પોલીસ અધિક્ષકની કચેરી, કાળી તલાવડી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પોલીસ અધિક્ષકની કચેરી ભરૂચ ખાતે ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીના વરદ્ હસ્તે નવા મકાન નું ઉદ્ઘાટન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રીબીન કાપીને બિલ્ડિંગને ખુલ્લું મુક્યું હતું.


સમારોહ પ્રસંગે પોલીસ અધિક્ષકની કચેરી, અંકલેશ્વર “બી” ડીવીઝન પોલીસ સ્ટેશન, પાનોલી પોલીસ સ્ટેશન, ઝઘડીયા GIDC પોલીસ સ્ટેશન તથા પોલીસ આવાસોનું ઉદ્દઘાટન અને ઈ -લોકાર્પણ કરવામા આવ્યું હતું. કાર્યક્રમમાં સ્ટેજ પરના મહાનુભાવો હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું. વડોદરા રેન્જ આઇજી શ્રી એમ.એસ.ભરાડે સ્વાગત ઉદભોધન કર્યું હતું.તે સાથે નોટીફાઇડ એરિયાની સુરક્ષા માટે સીસીટીવી કેમેરાની સિસ્ટમ વિકસાવવામાં આવ્યુ છે તેનું પણ લોન્ચિંગ કર્યું હતું.


હર્ષ સંઘવીએ સંબોધન કરતા કહ્યું હતું કે, ભરૂચ એસ.પી. કચેરીની સુવિદ્યા કોર્પોરેટ કંપનીની ઓફિસને ઝાંખી પાડી દે તેવી છે. પોલીસ કર્મીઓ અને લોકો ને પણ અનેક પ્રકારની સુવિધા એક જ સ્થળે મળે તેવો પ્રયાસ સરકાર કરી રહી છે. એસ. પી. કચેરીમાં બનાવવામાં આવેલાં ધોડિયા ઘર અને લાઈબ્રેરીના વખાણ કર્યા હતા, અને ઉમેર્યું હતું કે, નકારાત્મક વિચારોથી ધેરાયેલા વાતાવરણમાં લાઇબ્રેરીનો ઉપયોગ સકારાત્મક પ્રભાવ પાડવા પૂરતો છે. જેનો લાભ લેવો જોઇએ. વધું માં ભરૂચની જનતા એ અદમ્ય સાહસ અને સંઘર્ષમાં સાથ આપી ગુજરાતના વિકાસમાં ભાગીદાર નોંધાવી છે.


અંકલેશ્વરના યુનિયન બેંકમાં થયેલી લૂંટ પ્રકરણને અંજામ આપનાર તમામ ને ગણતરીના કલાકોમાં ઝડપી જેલ ના હવાલે કરી દીધા હતા. એ કામગીરીને બિરદાવી, સારી કામગીરી બદલ પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.
કાર્યક્રમની પૂર્ણાહુતિ પ્રસંગે પોલીસ અધિક્ષક શ્રીમતી લીના પાટીલે આભાર વિધિ કરી હતી.


આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ભરૂચના ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક શ્રી દુષ્યંતભાઇ પટેલ, ધારાસભ્ય શ્રી અરૂણસિંહ રણા, શ્રી ઇશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં. તે સાથે સાથે નગર પાલિકા અમિત ચાવડા, અંકલેશ્વર, ઝગડિયા, સાયખા, વાગરા જીઆઈડીસી એસોસિએશનના વડાઓ, તે ઉપરાંત વડોદરા રેન્જ આઇજી શ્રી એમ.એસ.ભરાડે, જિલ્લા કલેકટર શ્રી તુષાર સૂમેરા, પોલિસ અધિક્ષક ડૉ. લીના પાટીલ, તમામ તાલુકાના પોલિસ વડાઓ, પોલિસ કર્મીઓ અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *