એસપી કચેરીની મહિલાઓની સુખાકારી માટે નવતર આયોજન

નવી એસપી કચેરીમાં મહિલાઓની સુખાકારીનું વિશેષ ધ્યાને લેતા મહિલા પોલીસ કર્મચારીઓ અને મહિલા અરજદારો તેમના બાળકોને રાખી શકે તે માટે ઘોડીયાઘર બનાવવામાં આવ્યું છે. જેની મુલાકાત ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી એ કરી તેને ખુલ્લું મુક્યું હતું. વાંચનપ્રતિ રૂચિ વધારવા લાયબ્રેરીની સુવિધા ભરૂચની પોલીસ લાઇન્સમાં રહેતાં પરિવારોના બાળકો તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતાં પરીક્ષાર્થીઓને ધ્યાનમાં રાખી નવી ક્ચેરીમાં લાયબ્રેરીની સુવિધા રાખવામાં આવી છે. જેમાં કાયદાશાસ્ત્ર, સાહિત્ય, રાજનીતિ સહીત અનેક વિષયોને લગતાં પુસ્તકો રાખવામાં આવશે. ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીએ લાઇબ્રેરીની મુલાકાત કરી તેને ખૂલ્લી મૂકી હતી. નવી એસપી કચેરી મહત્વની કચેરીઓ નવી બિલ્ડીંગમાં કાર્યરત થશે

ભરૂચની નવી એસપી ઓફિસમાં એલસીબી, એસઓજી, મહિલા વિભાગ, પોલીસ કંટ્રોલરૂમ, પાસપોર્ટ ઓફિસ સહિતની મહત્વની કચેરીઓ કાર્યરત કરવામાં આવશે. જેથી ફરિયાદી કે અરજદારોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું નહી પડે. તે સાથે એસપી ઓફિસમાં રીસેપ્સન ઉપરથી જ અરજદારોને માર્ગદર્શન આપવામાં આવશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *