રૂા. ૯૦ લાખની કિંમતનું અધ્યતન “ટેકનોલોજીથી સજજ ફાયર વોટર ટેન્કર ભરૂચ નગરપાલિકાને ફાળવવામાં આવ્યું.

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

ગુજરાત રાજય અગ્નિ નિવારણ સેવાઓની કચેરી ગાંધીનગર ઘ્વારા રાજય સરકારશ્રીની ગ્રાન્ટ હેઠળ અંદાજિત રૂા.૯૦ લાખ ની કિંમતનું અધ્યતન “ટેક્નોલોજીથી સજજ ફાયર વોટર ટેન્કર ૧૨,૦૦૦ લીટર ભરૂચ નગરપાલિકાને ભરૂચ જિલ્લા માટે ફાળવવામાં આવી છે. જેને પંડિત ઓમકારનાથ હોલ ભરૂચ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલ દ્વારા પૂજા-અર્ચના કરાઈ હતી. ભરૂચના સાંસદ શ્રી મનસુખ વસાવા, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી દુષ્યંતભાઈ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મારુતિસિંહ અટોદરીયાજી અને નગર પાલિકા પ્રમુખ અમીત ચાવડાએ નારીયેળ વધેરી ફાયર વોટર ટેન્કરને લીલીઝંડી બતાવી લોકાર્પણ કર્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *