અંકલેશ્વર ના હજાત ગામ ની 22 વર્ષીય નિધિ આધુનિક હાર્વેસ્ટર મશીન દ્વારા ડાંગર ની કાપણી કરી.મદદરૂપ બની

નિધી પટેલે ખેતી પ્રત્યે રુચિ ને લઇ એગ્રિકલચર માં ઉચ્ચ અભ્યાસ કર્યો

પિતા અને ભાઈ ને જોઈ હાર્વેસ્ટર મશીન ચલાવતા શીખી અને જાતે જ ડાંગર ની કાપણીની શરૂઆત કરી

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર તાલુકા ના હજાત ગામ ના ખેડૂત ની દીકરી નિધિ પટેલે એગ્રિકલચર માં ઉચ્ચ અભ્યાસ કરી હાલ પીએચડી ની તૈયારી કરી રહી છે નિધી પટેલ ના પિતા એ ડાંગર ની કાપણી માટે લીધેલ હાર્વેસ્ટર મશીન પિતા અને ભાઈ ને જોઈ હાર્વેસ્ટર ચલાવતા શીખી ને પોતાના ખેતર માં હાર્વેસ્ટર મશીન વડે ડાંગર ના પાક ની કાપણી કરી પરિવાર ને ખેતી માં પણ મદદરૂપ બની રહી છે અને જાતે જ ડાંગર ની કાપણી ની પણ કરવા ની શરૂઆત કરી છે

કહેવાય છે ને કે મન હોય તો માળવે જવાઈ અને જો હિંમત અને લગન હોય તો કોઈપણ કામ અશક્ય નથી. વડીલો ની કહેલી આ કહેવતો ને અંકલેશ્વર ના હજાત ગામ ના ગીરીશભાઈ પટેલ ની 22 વર્ષીય પુત્રી નિધિ એ સાર્થક કરી છે. ખેડૂત ની દીકરી હોવાથી ખેતી પ્રત્યે લગાવ અને બાળપણ થી ખેતર સાથે જોડાયેલી રહેતા ખેતી સાથે લગાવ બંધાયો હતો. જેને લઇ ખેતી માં આગળ વધવા નિધી એ બી.આર.એસ.એમ.આર.એસ.નો ઉચ્ચ અભ્યાસ એગ્રીકલ્ચર માં કર્યા બાદ હવે એગ્રિકલચર ક્ષેત્રે પીએચડી માટે ની તૈયારી કરી રહી છે. ત્યારે હાલ અંકલેશ્વર તાલુકા માં સૌથી વધુ ડાંગર ના પાક ની કાપણી ચાલી રહી છે. ત્યારે આ ડાંગર ની વાવણી બાદ તેને કાપવા માટે પ્રતિ વર્ષ શ્રમજીવી ઓ ની અછત જોવા મળતી હોય છે. આ વચ્ચે હજાત ગામના પ્રગતિશીલ અને ડાંગર ની ખેતી કરતા ખેડૂત ગિરીશભાઈ પટેલે મજુરો ની સમસ્યા ના નિવારણ માટે ડાંગર ની કાપણી માટે હાર્વેસ્ટર મશીન વસાવ્યું છે. અને આ મશીન દ્વારા ગિરીશભાઈ અને તેમનો પુત્ર પ્રતિ વર્ષ ડાંગરની કાપણી જાતે જ કરી રહ્યા છે . વિશેષ પ્રકારના મશીન માં ભારે સુઝબુઝ અને ટેક્નિક ના સહારે કાપણી કરવામાં આવતી હોય છે.. ત્યારે પિતા અને ભાઈ ને હાર્વેસ્ટર ચલાવતા જોઈને નિધિ એ વિચાર્યું કે જો એક યુવતી પાયલટ બની પ્લેન ઉડાવી શકે છે. અને કોઈપણ ક્ષેત્રે માં હવે મહિલાઓ આગળ વધારી રહી છે. તો એગ્રીકલ્ચર ક્ષેત્ર માં કેમ નહિ. બસ આ જ વિચાર સાથે જાતે જ આ હાર્વેસ્ટર મશીન ચલાવી શકું તેવો મક્કમ નિર્ધાર સાથે જાતે જ પિતા અને ભાઈ ને મશીન ચલાવતા જોઈ ને શીખી ગઈ હતી.પિતા ને ભાઈ ને હાર્વેસ્ટર મશીન વડે ડાંગર નો પાક કાપતા જોઈને તમને મદદરૂપ થવા વિચાર્યું અને સફળતા પૂર્વક પિતા અને ભાઈ ની મદદ વગર ખેતર માં ડાંગરના પાક ની કાપણી કરી પરિવાર ને મદદરૂપ થઇ રહી છે

ડાંગર ની કાપણી માં મજુરો ની અછત ને લઇ હાર્વેસ્ટીગ મશીન વસાવ્યું હતું. જે આજે મારી દીકરી નિધિ સફળતા પૂર્વક ચલાવી ને મદદરૂપ બની રહી છે

.આજે તમામ ક્ષેત્રે માં મહિલાઓ આગળ વધી રહી છે. ત્યારે ખેતી ક્ષેત્રે માં પણ કેમ નહિ. મને ખેતી પ્રત્યે રુચિ હતી એટલે આજ ક્ષેત્રે માં અભ્યાસ પણ કર્યો છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM