ગુજરાત વિધાનસભા 2022 ની મહેસાણા જિલ્લાના વિસનગર ભાજપ સીટના પ્રખર દાવેદાર એસ.કે.યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ

વે થોડાક સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ચૂંટણી જાહેર થવાની તૈયારીઓમાં છે, ત્યારે અનેક દાવેદારો પક્ષનીમહોર પોતાના નામે લાગે તે માટે પોતપોતાની રણનીતિ અજમાવી રહ્યા છે. તેમનું શક્તિ પ્રદર્શન અજમાવી રહ્યા છે. જ્યારે અમુક પ્રતિનિધિઓ મેદાન મારવા માટે પોતાની રીતે દાવેદારી કરી ને હોડમાં છે. તેમાંથી એક નાનો સ્વયંશિસ્ત ધરાવતો ભાજપ પક્ષનો કાર્યકર, આજે સ્વયં વટવૃક્ષ બની ગયો છે, તેને પણ અંદાજ નથી કે હું ખરેખર આ જગ્યાએ પહોંચી ગયો છું, પરંતુ વર્ષોથી પક્ષ ના અવાજને બુલંદ કરવા માટે કાર્યો કર્યા હોય,લગભગ અડધું જીવન સમર્પિત કરી દીધું હોય તેવા વિસનગરના રાજકીય અને સેવાકીય સક્ષમ ઉમેદવાર ફક્ત અને ફક્ત શ્રી પ્રકાશભાઈ પટેલ દેખાઈ રહ્યા છે. આજે આખો વિસનગર તાલુકો મેડિકલ ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે તેમની સેવાઓનો લાભ લઈ રહ્યો છે. આમ તો, વર્ષોથી તેમના દાદા શ્રી સ્વ.સોકળચંદભાઈ પટેલને વિસનગર તાલુકો ઓળખે છે. આજે યુનિવર્સિટી,મેડિકલ કોલેજ, અન્ય શૈક્ષણિક સંસ્થાઓને કારણે વિસનગર સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. અનેક વેપાર ધંધાઓ ખૂબ જ સારી રીતે ચાલી રહ્યા છે. આજનું વિસનગર કંઈક અલગ ભાસી રહ્યું છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના ગામ વડનગર થી નજીકનું આ વિસનગર હાલ વિકાસ… વિકાસ… અને વિકાસ… વિશ્વાસ સાથેનો વિકાસ અહીંયા દેખાઈ રહ્યો છે. જેના કારણે પ્રખર ભાજપ પક્ષનો પાયાનો કાર્યકર ફક્ત અને ફક્ત આજે વિસનગરમાં પ્રકાશ પટેલ દેખાઈ રહ્યો છે. આખા તાલુકાએ તેમનું દીલ જીતી લીધું છે. કોઈ ની શિક્ષણ ફી માફ કરવાની ,દવા નું બીલ માફ કરવાનું હોય.. કે.. કોરોના કાળ નો સમય હોય.. કે પછી લઘુમતી કોમના ફ્રુડ પોઈઝનિંગ ના કેસ માં 700 થી વધારે માણસો ને મફત દવા આપી બેઠા કરવાનું કામ રાતે અંધારામાં પણ કર્યું છે. જેથી દરેક કોમ, દરેક ધર્મ તેમને આજે સહર્ષ સ્વીકારી રહ્યું છે. તેમણે ક્યાંય પણ પાછું વાળીને જોયું નથી.જો તેમની દેશભક્તિની તમને એક વાત કરું તો કાશ્મીર ફાઈલ ફિલ્મ 1000 ટિકિટ ફ્રી માં લઈને થિયેટરમાં લોકોને બતાવવાનું કામ આ આદમી કર્યું હતું,ફક્ત સેવા તેમનો એક મંત્ર રહ્યો છે. ત્યારે આજે આખું વિસનગર તેમને પોતાના નવા ધારાસભ્યની રૂપે જોઈ રહ્યું છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નો જન્મદિવસ હોય કે આર.એસ.એસ.ની શાખા નો કાર્યક્રમ હોય.. કે.. કોઈપણ ભાજપ પક્ષ ના કાર્યક્રમમાં શ્રી પ્રકાશભાઈ નો બહોળો ફાળો રહ્યો છે.તેઓ હર હંમેશ માટે તન ,મન ,ધન થી આગળ રહીને હંમેશાં સેવા કરી રહ્યા છે, તેમની પાટીદાર કોમમાં પણ ખૂબ જ પ્રભુત્વ તેમને જમાવ્યું છે. લોકો તેમના દાદાની નજરથી તેમને પણ આજે જોઈ રહ્યા છે. મેં ઘણા ગરીબ પરિવારજનોના મુખે પણ સાંભળ્યું છે કે વિસનગરનો દાતાર એક પ્રકાશભાઈ પટેલ જ છે. આવા સેવાકીય પ્રભુત્વ ધરાવતા એક અનેરા માનવીને ભાજપ પક્ષ બિરદાવશે તો ચોક્કસ અને ચોક્કસપણે વિસનગર ની સીટ ભાજપની જ હશે. તેમાં કોઈ જ શંકા કરવાની જરૂર નથી. બહુજ જોરદાર લીડ આપીને સામેના પક્ષ ના ઉમેદવારને હરાવીને એક જબરજસ્ત તાકાત ધરાવતો આ માનવી પ્રચંડ વેગથી ઉભરાઈ આવશે. આ સર્વે અમારા કમલમ ન્યુઝ.ગાંધીનગર થી પ્રસિદ્ધ થતું અખબાર. જેના વિસનગર તાલુકાના પ્રતિનિધિએ કરેલો છે.
રિપોર્ટ.. ડેવિડ પટેલ.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM