ધર્મજાગરણ માટે શંકરાચાર્યજીનો આગ્રહભર્યો અનુરોધ

જામનગરમા ધર્મસભામાં સનાતન ધર્મની આહલેક સમાજજીવનમા વણી લેવા સદાનંદ સરસ્વતીજીએ આપી સમજ

રિપોર્ટ…ભરત ભોગાયતા
તસવીર …શક્તિ ધોળકીયા

સનાતન ધર્મની આદી શંકરાચાર્યજી દ્વારા રાષ્ટ્રમા સ્થાપેલી ચાર મુખ્ય પીઠ પૈકીની શારદાપીઠ દ્વારકા ના નવનિયુક્ત પીઠાધીશ્ર્વર સદાનંદ સરસ્વતીજી એ ધર્માતરણ બાબતે ચિંતા વ્યક્ત કરી ને તે બાબત નુકસાન કર્તા હોઇ તેની સામે ધર્મ જાગરણ ની આહલેક ની આગ્રહ ભર્યા અનુરોધ સ્વરૂપે દર્શાવી મહત્વનો સંદેશો આપ્યો હતો તેમજ પ્રલોભન કે મજબુરી કે લાલસામા તણાઇ ને થતા ધર્માંતરણ ને રોકવા સૌ જાગૃત રહે સાવચેત રહે અને સ્વધર્મે મક્કમ રહેવુ તેમ જણાવ્યુ હતુ આ તકે ( શ્રીમદ ભગવદ મા પણ છે કે “સ્વધર્મે નિધનમ શ્ર્રેયમ…”પરધર્મો ભયાવહ…”)પોતાના ધર્મ ને વ્યાપક અર્થમા રોજ બરોજના કાર્યકલાપ ના અંગ તરીકે પાલન કરવા આજ્ઞા કરી હતી

એકંદર જોઇએ તો શંકરાચાર્યજીએ પ્રત્યક્ષ અને પરોક્ષ બંને રીતે સમાજજીવન મા સંસ્કાર સાધના અને સમજ ના સનાતન માર્ગદર્શન રજુ કરી હાલની સ્થિતિની સમીક્ષા દરમ્યાન મહત્વના મુદા વણી લઇ જાગૃત ઉર્જાવાન ઓજસ્વી બનવાના તેમજ અડગ રહેવાના આશીર્વાદ સહ આગ્રહ રાખ્યો હતો વ્યક્તિના દુ:ખ અને સમજ વચ્ચે ના ભેદ પણ સમજાવી દરેક વ્યવહાર સમ તથા અપેક્ષા વગર અને મર્યાદાઓ સહ હોય તો દુ:ખનુ નિવારણ થઇ શકે તેમ સમજાવવાની છણાવટ કરી હતી.

જામનગરના ૭૮ ઉતર બેઠકના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ને ત્યા પધરામણી કરી ભાઇબીજના દિવસે જામનગર ના ધર્મપ્રેમીઓ ઉપર અનુગ્રહ કર્યો હતો આ અવસરે નગરના આગેવાનો શ્રેષ્ઠીઓ ધર્મઅનુરાગી ભાઇઓ બહેનો યુવાનો સહિત મોટી સંખ્યામા મુમુક્ષો પણ શંકરાચાર્યજીની વાણીનો લ્હાવો લેવા અને દર્શન કરવા આવ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *